- ડુંગળીનું મથક ગણાતું ભાવનગરનું મહુવા માર્કેટ યાર્ડ
- ઉનાળુ સીઝન પૂર્ણતાના આરે, આવક ઘટી
- નવી સીઝન હવે નવેમ્બરમાં શરુ થશે
મહુવાઃ ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર ડિસેમ્બર મહિનાથી શરૂ થતી સીઝન દરમ્યાન યાર્ડ ડુંગળીથી મહુવા યાર્ડ ઉભરાતું હોય છે અને રોજ બે લાખ થેલાથી વધારે આવકની નોંધણી થતી હોય છે. સાથે યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે જગ્યા પૂર્ણ થઈ જતાં અન્ય ખેતરો પણ ભાડે રાખવા પડે છે અને ભાવ પણ અંકુશમાં હોય છે.
15 દિવસથી આવક ઘટી
જોકે જૂન મહિનાથી ડુંગળીની આવક ઓછી થતી જાય છે અને સીઝન વિરામ લે છે. છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો વાવાઝોડા અને ડુંગળી પકવતા અન્ય રાજ્યમાં વરસાદને કારણે આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલે ડુંગળીથી છલકાતા યાર્ડમાં હાલ માત્ર પાંચથી છ હજાર ગુણીની આવક નોંધાઈ રહી છે.
નવેમ્બરથી શરુ થશે નવી સીઝન
માગ અને પુરવઠાના આધારે હાલ ખેડૂતોને 250થી 450 રૂપિયા 20 કિલોના મળી રહ્યાં છે એટલે એનો સીધો અર્થ એવો થાય કે ડુંગળીની સીઝન પૂર્ણતાના આરે છે. હવે ફરી નવેમ્બર ડિસેમ્બરથી નવી આવક શરૂ થશે અને કેવા ભાવો રહેશે તે તરફ ખેડૂતોની મીટ મંડાયેલી છે તેવું યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવાયું હતું.
આ પણ વાંચોઃ કિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ
આ પણ વાંચોઃ સરકારની ગાઈડ લાઇન અનુસાર મહુવા માર્કેટિંગ યાર્ડ ખુલતા ખેડૂતોએ કર્યુ ડુંગળીનું વેચાણ