ભાવનગર: અલંગમાં 'DV.ORCA' જહાજમાં (Theft in Alang ship) તાંબા-પીતળનાં 70 લાખના માલસમાનની ચોરીની ઘટના સામે આવી છે. તાંબાનો વાયર, જનરેટરના, એન્જીનના સ્પેરપાર્ટ વિગેરે તાંબા-પિતળ માલ-સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: બિન સચિવાલય પરીક્ષા શરૂ થાય તે પહેલાં 2 ઉમેદવાર ચોરીનો પ્રયાસ કરવા જાય તે પહેલા પકડાયા
અલંગમાં ડેડવેસલ જહાજમાં ચોરી : અલંગ પ્લોટ નંબર 7 માં 'DV.ORCA' જહાજ ભંગાણ અર્થે ગત તા.18/04/2022 થી તા.20/04/2022 દરમ્યાન મહુવાના કતપર ગામ સામે દરીયામાં આવેલ, ત્યારે જહાજમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી તાંબાનો કેબલનું વજન આશરે 8 થી 9 ટન જેની અંદાજીત કિંમત 40 લાખ હતી.
આ પણ વાંચો: Raisina dialogue 2022: PM મોદી આવતીકાલે કરશે રાયસીના ડાયલોગની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન
મરીન પોલીસ મથકમાં નોધાવી ફરીયાદ : જહાજના ડેકના ભાગ પરના બજ વાયર કુલ 11 તાંબાનો વાયરનું વજન આશરે 3 થી 4 ટન જેની અંદાજે કિંમત 10 લાખ થાય છે. સ્ટો૨રૂમમાં રહેલ તાબા પીતળના સામાન 3 ટન વિગેરે સમાન જેની આસરે કિંમત 20 લાખ મળી કુલ રૂપિયા 70 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ મરીન પોલીસ મથકમાં નોધાવી હતી. મરીન પોલીસ દ્વારા જહાજ પર થયેલ ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અલંગ ખાતે આવતા જહાજોમાં મહુવા ખાતેનાં મધ દરિયે જહાજમાંથી ચોરી થવાની ઘટનાઓ વધી રહી છે. શીપ બ્રેકરો દ્વારા મરીન પોલીસ દ્વારા દરિયા મારફત આવતા જહાજોમાં થતી ચોરી રોકવા માટે યોગ્ય પગલા ભરવા માટેની માંગ ઉઠવા પામી છે.