ETV Bharat / city

ઘોઘાથી હજીરા પોહચેલું જહાજ 2 કલાક પાણીમાં રહેતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા - ભાવનગર-ઘોઘા હજીરા

ભાવનગર (Bhavnagar)થી 20 તારીખે ઉપડેલુ રો-રો ફેરી (Ro-Ro Ferry)નું વિયાજ સીમ્ફની જહાજ 8 કલાકે સમયસર પહોંચવા છતાં 2 કલાક સુધી ઊંડા પાણીમાં રહેતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આશરે 100 જેટલા મુસાફરો (Passengers In Ro-Ro Ferry)ના જીવ અધ્ધર થઈ ગયા હતા.

ઘોઘાથી હજીરા પોહચેલું જહાજ 2 કલાક પાણીમાં રહેતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

author img

By

Published : Oct 21, 2021, 10:57 PM IST

  • 2 કલાક જહાજ પાણીમાં રહેતા મુસાફરો મૂંઝાયા
  • જહાજ હજીરા પોર્ટ પર ઊંડા દરિયામાં દૂર ઉભું રહ્યું
  • દહેજની જેમ હજીરામાં ઓછા પાણીના પગલે ઉભી થઇ સમસ્યા

ભાવનગર (Bhavnagar)થી 20 તારીખે ઉપડેલુ રો-રો ફેરી (Ro-Ro Ferry)નું વિયાજ સીમ્ફની જહાજ 8 કલાકે સમયસર પહોંચવા છતાં 2 કલાક ઊંડા પાણીમાં રહેતા મુસાફરો મૂંઝાયા હતા. આશરે 100 જેટલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે હજીરા પોર્ટ પર જહાજની કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે ભરતીનું પાણી નહીં હોવાથી 2 કલાક જહાજને બહાર રખાયું બાદમાં તરત મુસાફરો કોઈ સમસ્યા વગર નીકળી ગયા હતા.

2 કલાક સુધી મુસાફરોના શ્વાસ અધ્ધર

ભાવનગર-ઘોઘા હજીરા રો-રો ફેરી સર્વિસ (Bhavnagar-Ghogha Hazira Ro-Ro Ferry Service) શરૂ હજુ 19 તારીખે શરૂ થઈ છે ત્યાં ફરી સમસ્યાઓ સામે આવી છે. ગઈકાલે 20 તારીખે ભાવનગરથી 3 કલાકે ઉપડેલું જહાજ હજીરામાં પહોંચતા પાણીની ઊંડાઈ નહીં હોવાથી જહાજને બીચ કરવા દેવામાં આવ્યું નહોતું. જેથી મુસાફરોને 2 કલાક સુધી દરિયામાં જહાજમાં સમય વિતાવવો પડ્યો હતો અને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ઘોઘાથી ઉપડેલા જહાજમાં પેસેન્જરો ફસાયા

ભાવનગરના હજીરા માટે 20 તારીખે જહાજ બપોરે 3 કલાકે નીકળ્યું હતું અને સમય પ્રમાણે 8 કલાકે પોહચી ગયું હતું. પરંતુ તેને જેટી પર બીચ નહીં થતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે તેની પાછળનું કારણ જહાજમાં ખરાબી નહોતી આ મામલે હજીરા જેટી પરના ઈન્ડિગો શી કમ્પનીના મેનેજર સાથે વાતચીત કરતા

પહેલાથી જ છે આ સમસ્યા

કુંભારામજીએ જણાવ્યું હતું કે, "જહાજ 8 કલાકે આવી ગયું હતું પરંતુ પાણી નહીં હોવાથી જહાજને જેટીએ બીચ કરી શકાતું નથી એટલે 2 કલાક ભરતીના પાણીની આવકની રાહમાં જહાજને દરિયામાં ઊંડા પાણીમાં રાખવામાં આવ્યું હતું. 2 કલાક મુસાફરોને થોડી પરેશાની થઈ હતી. દરિયાનું પાણી જેટી પર ઓટના સમયે પૂરતું નહીં હોવાની સમસ્યા તો પહેલેથી છે. જેના કારણે સમય લાગતો હોય છે. સુરત હજીરા જેટી પર પણ દહેજની જેમ ભરતીના પાણીની સમસ્યા છે. ઓટ બાદ ભરતીનું પાણી પૂરતું નહીં આવતું હોવાથી જહાજની બીચિંગની સમસ્યા થાય છે."

આશરે 100 જેટલા મુસાફરો જહાજમાં હતા

એક તરફ આ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ છે અને સમસ્યા થાય નહીં માટે કેન્દ્ર સરકાર હવે પ્રોજેકટ હેન્ડલ કરી રહી છે, છતાં સમસ્યો સર્જાવાના કારણે મુસાફરોમાં રોષ છે. જહાજના બીચિંગ મામલે ભાવનગર ટર્મિનલના મેનેજર વિક્રમભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હજીરા પોર્ટ અદાણી કંપનીનું છે અને ત્યાંનો નિયમ એવો છે કે 1.5 મીટરથી નીચે પાણી હોય તો કોઈપણ જહાજને બીચિંગ કરવા દેવામાં આવતું નથી. જેથી ગઈકાલે બીચિંગના કારણે જહાજ 2 કલાક લેટ થયું હતું બાકી કોઈ સમસ્યા નથી. અમારી કંપની અદાણી પોર્ટના નિયમને કારણે કશું કરી શકે નહીં. જહાજમાં આશરે 100 જેટલા મુસાફરો સવાર હતા જેમને તકલીફ થોડી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.