- ભાવનગરના યુવરાજ અને તેમની બહેને કર્યું મતદાન
- ભાવનગરના યુવરાજ : લોકશાહીનું સન્માન કરવું જોઈએ
- મતદાન કરવા માટે ભાવનગરના યુવરાજે કરી અપીલ
ભાવનગર : રાજ્ય દેશને પ્રથમ રજવાડું સોંપીને લોકશાહીના પ્રારંભનું મૂળ છે, ત્યારે રવિવારે લોકશાહીમાં મતદાનની ઘટતી ટકાવારીને પગલે એ જ રજવાડાના યુવરાજ સાહેબે મતદાન કરીને પ્રજાને ફરી લોકશાહી સર્વોપરી છે માટે મતદાન કરો તેવી અપીલ કરી છે.
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02yuvrajsahebmatdanavchirag7208680_21022021172425_2102f_1613908465_74.jpg)
ભાવનગરના યુવરાજ સાહેબે કર્યું મતદાન
ભાવનગર શહેર દેશમાં અખંડ ભારતમાં લોકશાહી લાવવા માટે પહેલ કરનાર પ્રથમ ભાવનગર સ્ટેટ હતું. ભાવનગર સ્ટેટના પહેલ બાદ લોકશાહી દેશમાં આવી હતી ત્યારે ભાવનગર સ્ટેટના યુવરાજ સાહેબ જયવિરરાજસિંહજી અને તેમના બહેન બ્રિજરાજનંદીની દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
![ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn02yuvrajsahebmatdanavchirag7208680_21022021172425_2102f_1613908465_985.jpg)
યુવરાજ સાહેબ શુ આપ્યો સંદેશો મતદાનને લઈને
ભાવનગરની કુમારશાળામાં મતદાન કેન્દ્ર ધરાવતા ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી અને તેમના બહેન બ્રિજરાજનંદીની સાથે મતદાન જારવા પોહચ્યા હતા મતદાન કરીને યુવરાજે જણાવ્યું હતું કે મતદાન કરવા લોકોએ આગળ આવવું જોઈએ એક સમય હતો રજવાડું હતું પણ હવે લોકશાહી છે ત્યારે અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે લોકશાહીનું સન્માન કરવા માટે મતદાન કરવું જોઈએ દરેક નાગરિકે તે જરૂરી છે