ભાવનગર : ગુજરાતના ભાવનગર શહેરની મહિલા કોલેજના (Bhavnagar Mahila College) પ્રિન્સિપાલે એક આદેશ જારી કરીને તેના વિદ્યાર્થીઓને શાસક ભાજપના 'પેજ પ્રમુખ' બનવા જણાવ્યું હતું. જેને લઇને સ્થાનિક કોંગ્રેસ એકમે આ પગલાની નિંદા કરી અને તેમના રાજકીય ધ્યેયોને આગળ વધારવા માટે આવી શૈક્ષણિંક સંસ્થાઓનો ઉપયોગ કરવા બદલ ભાજપ પર હુમલો કર્યો, જ્યારે સંસ્થાનું સંચાલન કરતા ટ્રસ્ટે કહ્યું કે તેણીએ (BJP Page President Students) રાજીનામું આપ્યું છે.
પેજ પ્રમુખ બનાવવા માટે આદેશ - શ્રીમતી એનસી ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઈનચાર્જ પ્રિન્સિપાલ (Principal of Bhavnagar College) રંજન બાલા ગોહિલે 24મી જૂનના રોજ આપેલા આદેશમાં જાણવા મળ્યું હતું કે, ભાજપ પાર્ટીમાં પેજ પ્રમુખ તરીકે રજીસ્ટ્રેશન (BJP Page President Registration) કરાવવા માટે આવતીકાલે દરેક વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. ભાવનગર મહાનગર પાલિકાની હદમાં રહેતા વિદ્યાર્થીઓ જ સભ્ય બની શકશે. ભાજપ પક્ષમાં સભ્યપદ અભિયાનમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થીની જરૂર છે. આવતીકાલે કોલેજમાં મોબાઇલ ફોન સાથે આવવું.
આ પણ વાંચો : Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન
ભૂલ સ્વીકારી - કોલેજના ટ્રસ્ટી ધીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ આદેશ રવિવારે રાત્રે તેમના ધ્યાન પર આવ્યો હતો, ત્યારબાદ તેણે તરત જ સાથી ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી અને ગોહિલનો સંપર્ક કર્યો હતો. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટની તમામ સંસ્થાઓ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોતાની જાતને કોઈ રાજકીય કાર્યક્રમ સાથે સાંકળી લેતી નથી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને અમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય તરીકે દાખલ કરાવવામાં તેમનો કોઈ અંગત રસ નથી. વધુમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, તેમના પર રાજીનામું આપવા માટે કોઈ બાહ્ય અથવા આંતરિક દબાણ નહોતું. પરંતુ, તેણીએ ટ્રસ્ટને તેણીની જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી અને રાજીનામું આપ્યું છે.
આ પણ વાંચો : શિક્ષણનું ધામ છે કે રાજકીય અખાડો ? AAPએ કહ્યું - "ભાજપ દ્વારા ખૂબ જ ખોટું અને શરમજનક કૃત્ય"
બીજેપી હેઠળ સંસ્થા - આ દરમિયાન કોંગ્રેસના ભાવનગર શહેર એકમના વડા પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, "ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાની વાત કરે છે. આટલી મોટી પાર્ટી કેવી રીતે બની તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ એક માત્ર (Politics in Bhavnagar College) સંસ્થા નથી. અન્ય ઘણી સંસ્થાઓ છે. જે બીજેપી હેઠળ કામ કરે છે અને પાર્ટી તેમને નિયંત્રિત કરે છે.