- સિહોરની મેઈન બજારના વેપારીએ કરી આત્મહત્યા
- પ્રિન્ટિંગ પ્રેસના માલિકે કરી આત્મહત્યા
- નીલેશ પંડ્યાએ પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં અગ્નિસ્નાન કર્યું
- ઘટનાની જાણ થતાં સિહોર પોલિસ ઘટના સ્થળે પહોંચી
ભાવનગરઃ સિહોર તાલુકાની મેઈન બજારમાં એક પ્રિન્ટિંગ પ્રેસના માલિકે અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જોકે, તેણે આત્મહત્યા કેમ કરી તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો- દમણના ડાભેલમાં યુવકે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
ગ્રામ્યજનોમાં આત્મહત્યા કેમ કરી તેવો પ્રશ્ન
પ્રિન્ટિંગ પ્રેસના માલિકની આત્મહત્યાના સમાચાર સાંભળી ગ્રામ્યજનોમાં કેમ આત્મહત્યા કરી તેવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. જોકે, પોલીસ પણ આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો- ટુકવાડા ગામે લગ્નમાં વૃદ્ધને માઠું લાગી જતા કરી આત્મહત્યા
દુકાનમાં જ આત્મહત્યા કરતા ચકચાર મચી
સિહોર તાલુકામાં શુક્રવારે સાંજે મેઈન બજારમાં થ્રી બ્રધર્સ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા નીલેશ પંડ્યા (ઉં.48)એ પોતાની માલિકીની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર અગ્નિસ્નાન કરતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાની જાણ સિહોર પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.