ETV Bharat / city

સિહોરમાં વ્યાજ ખોરોના ત્રાસથી પ્રિન્ટિંગ પ્રેસના માલિકે કરી આત્મહત્યા - BHAVNAGAR DAILY NEWS

સિહોરમાં થ્રી બ્રધર્સ પ્રિન્ટિંગ પ્રેસના માલિક નિલેશભાઈ ગણપતભાઈ પંડ્યા (ઉ.વ.46)એ થોડા દિવસ પહેલા બપોરના સમયે પોતાની દુકાનમાં અગ્નિસ્નાન કરી લઈ આત્મહત્યા કરી હતી. જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા બનાવમાં નવો જ વળાંક સામે આવ્યો છે.

સિહોરમાં વ્યાજ ખોરોના ત્રાસથી પ્રિન્ટિંગ પ્રેસના માલિકે કરી આત્મહત્યા

author img

By

Published : Jun 10, 2021, 1:59 PM IST

  • સિહોરની મેઈન બજાર વેપારીના આપઘાતનો મામલો
  • ગત તારીખ 3ના રોજ પ્રિન્ટિંગ પ્રેસના માલિકે કર્યો હતો આપઘાત
  • વૃદ્ધએ વ્યાજખોરોના ત્રાસથી કર્યું અગ્નિ સ્નાન

ભાવનગર: સિહોર તાલુકામાં થોડા દિવસો પહેલા પ્રિન્ટિંગ પ્રેસના વેપારીએ પોતાની માલિકીની દુકાનમાં જવલનસીલ પદાર્થ છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી. જે બાદ પોલીસ દ્વારા આત્મહત્યા અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આત્મહત્યા મામલે નવો જ વળાંક આવ્યો છે. વેપારીએ વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાની સુસાઈડ નોટ મળી આવતા સુસાઇડ નોટના આધારે વેપારીના પુત્રએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

પ્રિન્ટિંગ પ્રેસ માલિકના આત્મહત્યામાં આવ્યો નવો વળાંક

સિહોરમાં થ્રી બ્રધર્સ પ્રિન્ટિંગ પ્રેસના માલિક નિલેશભાઈ ગણપતભાઈ પંડ્યા (ઉ.વ.46)એ થોડા દિવસ પહેલા બપોરના સમયે પોતાની દુકાનમાં અગ્નિસ્નાન કરી લઈ આત્મહત્યા કરી હતી. જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા ચકચારી બનાવમાં નવો જ વળાંક સામે આવ્યો છે. જેમાં પ્રિન્ટિંગ પ્રેસના કોમ્પ્યુટરના ટેબલના ખાનામાં મૃતક વેપારીના પુત્રને એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં આ વેપારીએ ધંધામા મંદી ચાલતી હોય અને છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજે પૈસા લીધાં હતા અને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો, પરંતુ એક મહિનાથી બિમારીના કારણે પૈસા નહી ચૂકવી શકતા વ્યાજખોરો દ્વારા અવાર નવાર ફોન અને રૂબરૂ આવી પૈસા માટે ધમકી આપતા હતા જે સહન નહી થતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતુ.

આ પણ વાંચો: નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

4 વ્યજખોરો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ઉપરાંત સુસાઈડ નોટ મળ્યા બાદ મૃતક વેપારીનો મોબાઈલ તેના પુત્રએ ચેક કરતા તેના વોટ્સએપમાં પાંચ શખ્સોએ ધમકી ભર્યાં મેસેજ કર્યાં હોવાનું જણાઈ આવતા આ મામલે મૃતક વેપારીના પુત્ર મંથનભાઈ નિલેશભાઈ પંડ્યાએ સિહોર પોલીસ મથકમાં જયદીપ આલ, નરેશ એસ, વિપુલ એસ, રઘુ, સુભાષ આહિર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં આવેલી હતી. જે બાબતે હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.