- મહુવા શહેરના અરબી સમુદ્રના કિનારે આવેલું માં ભવાનીનું મંદિર
- અનેક લોકોના કુળદેવી તરીકે પૂજાઈ છે માં ભવાની
- દંતકથા પ્રમાણે અહીંથી જ કર્યું હતું ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ
ભાવનગર- મહુવા અરબી સમુદ્ર કિનારે માં ભવાનીનું અતિપૌરાણિક મંદિર આવેલું છે. માં ભવાનીના દિવસમાં ત્રણ વખત અલગ-અલગ સ્વરૂપમાં દર્શન થાય છે. આ સાથે માતાજી શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે અને અનેક કુટુંબોમાં કુળદેવી તરીકે પૂજાઇ છે. જેથી અહીં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળે છે. લોકવાયિકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ એ માતા રૂક્ષ્મણીનું હરણ અહીંથી કર્યું હતું.
આ પણ વાંચો- જન્માષ્ટમી પર્વે સંગીત પ્રેમી બાળકોએ "અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ" ભજન કર્યું રજૂ
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં મધુમતી એટલે આજનું મહુવા નગરી હતું
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં મધુમતી એટલે આજની મહુવા નગરી હતું અને બાજુના દરિયા કિનારે વસેલું કુંદનપુર એટલે આજનું કતપર ગામ આવેલુ છે, ત્યાં માતા રૂક્ષ્મણી રહેતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ એ આજે માં ભવાનીના મંદિર ખાતે જઇ રૂક્ષ્મણીનું હરણ કરી જતા હતા, ત્યારે બાજુમાં આવેલા ભાદ્રોડ ગામના રાજા સાથે વિવાહ કાર્યની પણ વાત અહીંના પૂજારી પાસેથી સામે આવે છે.
આ પણ વાંચો- જન્માષ્ટમી નિમિત્તે આણંદના સામાજિક કાર્યકર નીપા પટેલનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર
દરિયાના ઉછળતા મોજાના કારણે અહીં ધોવાણ થતું જાય છે
વધુમાં જો વાત કરવામાં આવે તો દરિયાના ઉછળતા મોજાના કારણે અહીં ધોવાણ થતું જાય છે. જેને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવાની જાહેરાત પણ સરકારે કરી હતી, જે કામ આજસુધી અધ્ધરતાલે છે અને દરિયા કિનારાનો વિકાસ કરવામાં આવે તો આ જગ્યા સુંદર પર્યટકસ્થળ તરીકે પણ વિકસી શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.