- સુજલામ સુફલામ યોજનામાં લોકભાગીદારી માટે તંત્રની અપીલ
- 60 ટકા સરકારનો અને 40 ટકા ગામલોકોનો સહયોગ માટે સરકારની અપીલ
- લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે રકમ ડોનેટ કરી યોજનાના ભાગીદાર બને
ભાવનગર :રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમજ ભૂગર્ભ જળ સંચય કરી વધુ પ્રમાણમાં જળ સંગ્રહ કરી શકાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે.જે અંતર્ગત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમોની સાફસફાઈની કામગીરીમાં 60 ટકા સરકારનો અને 40 ટકા ગામલોકો અથવા ખેડૂતોના સહયોગ માટે સરકાર દ્વારા અપીલ કરવમાં આવી રહી છે.
આ પણ વાંચો: ભાવનગરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓ કોરોના પોઝિટીવ
જળ સંચય યોજનામાં સહભાગી થવા માટે ગામલોકો તેમજ ખેડૂતોને ભાગીદાર થવા અપીલ
ગુજરાત સરકાર દ્વારા જળ સંચય યોજના હેઠળ કરવામાં આવતા કામોમાં સહિયારો સાથ મળી રહે તે માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગામમાં આવેલ તળાવો ચેકડેમોને ઉંડા ઉતારવા, સાફસફાઈ જેવી કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર દ્વારા જળ સંચય યોજનામાં સહભાગી થવા માટે ગામલોકો તેમજ ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે. જળ સંચય યોજના હેઠળ થતી કામગીરીમાં 60 ટકા સરકાર રોકાણ કરે છે તેમજ 40 ટકા રકમ ખેડૂતો અથવા ગામલોકો દ્વારા ભાગીદાર બની કામગીરી કરવામાં આવે છે,જે માટે ભાવનગર જિલ્લામાં પણ આ યોજનામાં વધુ લોકો સહભાગી બને તે માટે સરકાર દ્વારા એક બેંક એકાઉન્ટ પણ રાખવામાં આવેલું છે જેમાં લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે રકમ ડોનેટ કરી યોજનાના ભાગીદાર બને. આ યોજના દ્વારા થતી કામગીરી એપ્રિલ માસના પ્રારંભ કરવામાં આવી રહી છે અને વધુ લોકો આ યોજનાના ભાગીદાર બનવા સરકાર દ્વારા અપીલ પણ કરવમાં આવી.
આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટરોની કોરોના દરમિયાન મળતું ભથ્થું ચાલુ રાખવા રજૂઆત