- એમ્યુઝમેન્ટ વલ્ડ નામનું જહાજ અલંગમાં ભંગાણ અર્થે આવી પહોંચ્યું
- 1300 મુસાફરો બેસી શકે અને 175 કાર પાર્ક કરવાની ક્ષમતા
- છેલ્લા 9 માસમાં 10મું ક્રુઝ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યુ
ભાવનગર : વિશ્વ વિખ્યાત શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-15માં એમ્યુઝમેન્ટ વર્લ્ડ ક્રુઝ (કેસિનો જહાજ) અલંગ પ્લોટ નંબર 15 ખાતે પોતાની અંતિમ મંજીલે આવી પહોંચ્યું છે. એમ્યુઝમેન્ટ વર્લ્ડ 1967માં (પેટ્રિશિયા તરીકે) જહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 54 વર્ષ જૂનું અને 463 ફૂટ લાબું ક્રુઝ શીપમાં 1300 મુસાફરો તેમજ 175 જેટલી કાર પાર્ક કરવાની અધ્યતન સુવિધા યુક્ત આ જહાજ નિવૃત થયા બાદ નામ શેષ થવા જઈ રહ્યું છે.
અલંગ ખાતે ક્રુઝ શીપ ભંગાણ અર્થે આવી પહોંચ્યું
જીલ્લાના અલંગ ખાતે એક પછી એક ક્રુઝ શીપ ભંગાણ અર્થે આવી રહ્યા છે, જેમાં વધુ એક 54 વર્ષ જૂનું અને 463 ફૂટ લાબું ક્રુઝ 'એમ્યુઝમેન્ટ વર્લ્ડ' ભંગાવા માટે અલંગ પહોંચ્યું છે.આ જહાજને એમ્યુઝમેન્ટ વર્લ્ડ 1967માં (પેટ્રિશિયા તરીકે) જહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જહાજને મૂળ રૂપે ક્રુઝફેરી ડિઝાઇન તરીકે બનાવવામાં આવ્યું હતું. આ કાર્ગો શીપની ક્ષમતામાં 175 કાર અને મહત્તમ મુસાફરોની ક્ષમતા 750 સાથે 1300 જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તે રીતે બનાવવમાં આવ્યું હતું.
આ પણ વાંચો: જાણો ગાયના છાણમાંથી કેવી રીતે મહિલાઓએ બનાવી ડિઝાઈનર રાખડીઓ
54 વર્ષ જૂનું પેસેન્જર ક્રુઝ જહાજ અલંગમાં ભંગાણ અર્થે
'એમ્યુઝમેન્ટ વર્લ્ડ' જહાજનાં માલિક સ્વીડિશ લોયડે 1978માં એમએસ પેટ્રિશિયાને સ્ટેના લાઇનમાં વેચવાનું નક્કી કર્યું હતું અને તેનું નામ બદલીને "સ્ટેના ઓશનિકા" કરવામાં આવ્યું હતું. ડ્રાયડોક પુનર્નિર્માણ કરી ફરીથી ડિઝાઇન કરવામાં આવી હતી. દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રુઝે અનેક સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રુઝ માલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે.
આ પણ વાંચો: COVID VACCINE: કોવિશિલ્ડ-કોવેક્સિનના મિક્સ-એન્ડ-મેચ અંગે ICMR નો મોટો દાવો, જાણો વિગતવાર