- સર ટી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે સારવારને પગલે માથાકૂટ
- પોલીસ અને સિક્યુરિટી સ્થળ પર હોવાથી મામલો થાળે પાડ્યો
- ડોક્ટરોએ મેડિકલ કોલેજમાં ધરણા પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો
ભાવનગર : સર ટી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે સારવારને પગલે માથાકૂટ થઈ રહી છે. ત્યારે ગઈકાલે થયેલા ઘર્ષણમાં દર્દીનું મૃત્યુ થતા તોડફોડ સામાન્ય થઈ અને પછી ડોક્ટરો ધરણા પર બેસી ગયા હતા. એક તરફ દર્દીઓ માટે ડોક્ટર દેવતા બન્યા છે. તેવામાં તેમની સુરક્ષા માટે પોલીસનો સહકાર માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરતના ગાર્ડન સિલ્ક મિલના કામદારો કેમ વિફર્યા?
જીવન જોખમે ડોક્ટરો રાત દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા
કોરોના મહામારીમાં જીવન જોખમે ડોક્ટરો રાત દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઇન્ટર્ન ડોક્ટર હોવાથી કે પછી રેસિડન્સ કે એમ.ડી. કક્ષાના પોતાની ફરજ અચૂક નિભાવી રહ્યા છે. તેવામાં ગઈકાલે બપોરે ટ્રોમાં સેન્ટરમ કોરોનાના દર્દીને લઈ આવેલા દર્દીના સગાને બેડ નહિ મળતા દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. ડોક્ટર સાથે માથાકૂટ અને પછી પાર્ટિશનનો કાચ ફોડી નાખતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે, પોલીસ અને સિક્યુરિટી સ્થળ પર હોવાથી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ડરી ગયેલા ડોક્ટરોએ મેડિકલ કોલેજમાં ધરણા પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : નાબાર્ડના અધિકારી કર્મચારીની હડતાલ
પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રોમાં સેન્ટરમાં ડોક્ટરો સેવા કરશે
ભાવનગર ટ્રોમાં સેન્ટરમાં દર્દીઓનો ઘસારો સૌથી વધુ છે. ડોક્ટરો હાલમાં મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોની માંગ હતી કે ડોક્ટરોને બેડ ફાળવવાના, સારવાર કરવાની અને દર્દી સારું થાય તો બેડ ખાલી કરાવવાના એટલે બધી જવાબદારી ડોક્ટરોની નથી. ડોક્ટર સારવાર કરે અને બેડ માટે સર ટી હોસ્પિટલનો ખાસ સ્ટાફ છે. જે કાર્ય કરતા નથી. આથી બેડને લઈને ડોક્ટર સાથે દર્દીઓને માથાકૂટ થાય છે. જેની નોંધ લઈ એડિશનલ કલેક્ટર ધર્મેશ પટેલ મધ્યસ્થી કરીને પોલીસ વડા પાસેથી ટ્રોમાં સેન્ટરમાં સુરક્ષાના ભાગ રૂપે માંગ કરી છે. જ્યારે બેડ બાબતે મૂંગા મોઢે સમાધાન કરાયું છે. જોકે, હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રોમાં સેન્ટરમાં ડોક્ટરો સેવા કરી શકશે.