- રાજવી પરિવાર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું નવાબંદરનું લોકગેટ
- બિસ્માર હાલતને પગલે દયનીય અવસ્થા
- સરકારમાં રિનોવેશનની થઇ રજૂઆત
ભાવનગરમાં રજવાડા સમયના નવાબંદર ખાતે આવેલા લોક ગેટની જર્જરિત હાલત
ભાવનગર: નવાબંદર ખાતે આવેલા લોક ગેટની રાજા-રજવાડાના સમય દરમિયાન વહાણ મારફતે ચીજ-વસ્તુઓની હેરફેર માટે રાજવી પરિવાર દ્વારા વિકસાવવામાં આવેલા લોકગેટને જર્મન કંપની પી.એચ.જુકો દ્વારા બનવવામાં આવ્યો હતો. જેમાં ગેટનું વજન 110 ટન અને લંબાઈ-ઉંચાઈ 22.50મી / 10.50મી રાખવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં આવેલા બંદર ખાતે જહાજોના આવન-જાવન માટે સમુદ્રના પાણીનો સારો એવો ડ્રાફ્ટ મળી રહે છે, તેમજ બંદર ખાતેથી ત્રણ મિલિયન જેટલો કાર્બો હેન્ડલ થાય છે પરંતુ ઘણા લાંબા સમયથી લોક ગેટનું રિપેરીંગ કે મેન્ટેનન્સ ન થવાના કારણે હાલત ખરાબ જોવા મળી રહી છે. બંદર જવાના રસ્તાઓની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે અને સ્ટોરેજ પણ જૂના અને જર્જરિત થઇ ગયા છે. ભાવનગર શહેરના સૌરાષ્ટ્ર ચેમ્બર તેમજ સાંસદ દ્વારા આ લોકગેટને નવો અથવા રિપેરીંગ બાબતે રજૂઆતો કરવામાં આવી છે.
ભાવનગરમાં રજવાડા સમયના નવાબંદર ખાતે આવેલા લોક ગેઇટની જર્જરિત હાલત, ભાવનગરમાં રજવાડા સમયના નવાબંદર ખાતે આવેલા લોક ગેઇટની જર્જરિત હાલત, શું કહી રહ્યા છે ચેમ્બરના પ્રમુખ?ભાવનગર શહેરના બંદર ખાતે આવેલા લોકગેટને ભાવનગરના મહારાજાએ લોકો અને વેપારીઓની સુવિધા માટે બનાવડાવ્યો હતો, પરંતુ ઘણા લાંબા સમયથી આ લોકગેટનું સમારકામ કરવામાં આવ્યું નથી. બંદર સુધી જવાના રસ્તાઓ તો એટલી હદે ખરાબ થઈ ગયા છે કે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ પડી રહ્યું છે. નવું બંદર એ એક જ એવું બંદર છે કે ત્યાં ઓછા પાણીના ડ્રાફ્ટમાં પણ જહાજ અંદર (કાંઠે) આવી શકે છે. સૌરાષ્ટ્ર ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોનીએ વહેલીતકે રિપેરીંગની રજૂઆત કરી છે.
ભાવનગરમાં રજવાડા સમયના નવાબંદર ખાતે આવેલા લોક ગેઇટની જર્જરિત હાલત, સાંસદ ભારતીબેન શિયાળે કરી રજૂઆતસરકાર સમય અને ઇંધણ બચાવવા માટે દરિયાઈ માર્ગોના વિકાસ માટે આગળ વધી રહી છે અને ભાવનગર નવા બંદર ખાતેનું લોકગેટ એ રાજવી કાળ દરમિયાન બનાવવામાં આવેલી અમૂલ્ય ધરોહર છે. સાંસદ ભારતીબેન શિયાળે તેના નવા બાંધકામ માટે વિચારણા કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
ભાવનગરમાં રજવાડા સમયના નવાબંદર ખાતે આવેલા લોક ગેઇટની જર્જરિત હાલત,