- અલ્હાબાદ હાઇકોર્ટના સુચનને ભાવનગર ગૌશાળા અને ગૌ પ્રેમીએ વધાવ્યો
- ગાયમાંથી મળતી દરેક ચીજો મનુષ્ય જાતિ માટે ઉપયોગી
- 130 વર્ષ જૂની મહાજન ગૌશાળાએ પણ કેન્દ્ર સરકાર જાહેરાત કરે તો શ્રેષ્ઠ ગણાવ્યું
ભાવનગર- અલ્હાબાદ કોર્ટના સૂચન બાદ ગુજરાતના ભાવનગરમાં આવેલી ગિરની ગાયોની મહાજન ગૌશાળાનો પ્રારંભ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કર્યો અને મહાજનને સાચવવા આપી દીધી હતી. ભાવનગરની આ ગૌશાળા હાલ દાતાઓના આધારે ચાલી રહી છે, તો જિલ્લાની પણ કેટલીક ગૌશાળાઓ દાતાના આધારે છે. ત્યારે ગૌશાળાના સંચાલકો અને ગૌપ્રેમીઓ અલ્હાબાદ કોર્ટના સૂચનને સ્વીકારે છે.
આ પણ વાંચો- શું ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ? આ અંગે જાણો કચ્છના ગૌરક્ષકોના વિચારો
ભાવનગરની વર્ષો જૂની ગૌશાળાએ અલ્હાબાદ હાઇકોર્ટના સૂચનનો સ્વીકાર કર્યો
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ઘોઘા રોડ પર ગૌશાળાનો પ્રારંભ કર્યો હતો. ગિરની ગાય અને ધણખૂટ લાવીને ગિરની પ્રજાતિની ગાયોની ગૌશાળાને 1964માં મહાજનને સોંપવામાં આવી અને ગૌશાળા મહાજન ટ્રસ્ટ તરીકે ગૌશાળા જાહેર થઈ હતી. વર્ષોથી ગાયોના લાલનપાલન કરતા ગાયોના પ્રેમીઓ અલ્હાબાદ કોર્ટના સૂચનથી ખુશખુશાલ છે. ગૌ રક્ષકોનું કહેવું છે કે, ગાય હિન્દૂ ધર્મની માતા છે, ત્યારે માતા તરીકે સરકારે જાહેર કરવી જ જોઈએ. ગાય મનુષ્યને દૂધ, છાશ, ઘી, દહીં અને બાકી તેના મૂત્રમાંથી 108 રોગની દવા અર્ક પણ જીવતદાન આપે છે. એટલે માતા જાહેર કરવી જ જોઈએ તેમ પંકજભાઈ પાઠક ગૌ પ્રેમીએ જણાવ્યું હતું.
ભાવનગરની 130 વર્ષ જૂની મહાજન ગૌશાળાનો મત અને હાલત
ભાવનગરમાં આવેલી મહાજન ગૌશાળાની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. 130 વર્ષ બાદ પણ મહાજન ટ્રસ્ટ આજે તેને ચલાવી રહ્યું છે. ઘોઘારોડ પર માત્ર ગીર ગાયોની જિલ્લાની એક માત્ર ગૌશાળા છે. જેમાં 123 ગાયો આજે ગૌશાળામાં ઉપલબ્ધ છે. ગાયનું દૂધ, છાશ, ઘી અને અર્ક આ ગૌશાળા બનાવે છે અને વહેંચે છે તેમજ દાતા અને પોતાની ખેતીની જમીન પણ હોવાથી જૂની મહાજન ગૌશાળા અડીખમ છે, પરંતુ તેનો નિભાવ પણ હાલમાં માથે પડી રહ્યો છે. ગૌશાળાના હાલના સંચાલક રાજુભાઇ ખાંમભલીયાનું કહેવું છે કે, અલ્હાબાદ કોર્ટનું સૂચન સાચું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ગાયને માતા કે રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની જરૂર છે. હિન્દૂ ધર્મની માતા છે અને પૂજનીય છે, ત્યારે તેને બચાવવા હવે કાયદો જરૂરી છે.
આ પણ વાંચો- અલ્હાબાદ હાઇકોર્ટની ગાય અંગેની ટિપ્પણી પર રાજકોટવાસીઓનો અભિપ્રાય
ભાવનગરની કેટલીક ગૌશાળાની હાલત શુ અને તેને બચાવવા શું જરૂરી
ભાવનગર શહેરમાં અનેક ગૌશાળાઓ અને પાંજરાપોળ આવેલી છે. છાપરિયાળી પાંજરાપોળ સૌથી જૂની અને હજારો ગાયો તેમાં રાખવામાં આવે છે, પરંતુ ગાયોના ખર્ચના અભાવમાં ગાયોના મોતના ભૂતકાળમાં કિસ્સાઓ બનેલા છે, ત્યારે શહેરમાં રખડતા ઢોર આજે અકસ્માતમાં ભોગ બની રહ્યા છે તો હિન્દૂ ધર્મની માતા ગલી ગલીએ ખોરાકના શોધમાં ફરે છે, ત્યારે અલ્હાબાદ કોર્ટના સૂચનનો અમલ થાય તો અનેક ગાયોના જીવ પ્લાસ્ટિક જેવી ચીજોના કારણે થતા મોત અટકી જશે.