ETV Bharat / city

ભાવનગર: મહાનગરપાલિકાએ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજન કર્યુ - ભાવનગરના તાજા સમાચાર

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. જેનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. કારતક સુદ એકમ વિક્રમ સંવત 2077ના પ્રથમ દિવસે ભાવનગરમાં કોરાનાની મહામારી વચ્ચે સરકારના નિયમોનું પાલન કરીને નૂતન વર્ષાભિનંદનનો શુભ કાર્યક્રમ મહમાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું કર્યુ આયોજન

author img

By

Published : Nov 16, 2020, 3:33 PM IST

  • ભાવનગર મહાનગરપાલિકાએ નવા વર્ષની કરી ઉજવણી
  • કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાનું શાનદાર નૂતન વર્ષાભિનંદન
  • ભાજપના કાર્યકરો કાર્યક્રમમાં રહ્યા હાજર

ભાવનગર: કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. જેનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. કારતક સુદ એકમ વિક્રમ સંવત 2077ના પ્રથમ દિવસે ભાવનગરમાં કોરાનાની મહામારી વચ્ચે સરકારના નિયમોનું પાલન કરીને નૂતન વર્ષાભિનંદનનો શુભ કાર્યક્રમ મહમાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું કર્યુ આયોજન
મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજનભારત વર્ષમાં નૂતન વર્ષને લઈને એક બીજાને શુભેચ્છા પાઠવવાની પ્રથા જૂની અને પૌરાણિક છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે નૂતન વર્ષ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે ભાવનગરના મોતીબાગ ટાઉનહોલમાં આવેલા ઓપન થેયટરમાં નૂતન વર્ષ નિમિતે 30 મિનિટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું પાલન

ભાવનગર મહાનગરપાલિકાએ કોરોના મહામારી વચ્ચે પણ પોતાનો કાર્યક્રમ રદ કર્યો નથી. શુભેચ્છા પાઠવવા માટે ઢોલ નગારા સાથે એકબીજાથી અંતર રાખીને નવા વર્ષની ઉજવણી કરી હૃદય પૂર્વક શુભેચ્છા પાઠવી છે. કાર્યક્રમમાં આવનારનું થર્મલ ગનથી ચેકીંગ અને બાદમાં સેનીટાઇઝ કરીને પ્રવેશ આપવામાં આવતો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો

મહામારી વચ્ચે સત્તામાં બેસેલા મહાનગરપાલિકાના મેયર સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિપક્ષ નેતા અને પ્રમુખ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપ રાજુભાઇ રાણા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપ જીતુભાઇ વાઘાણી, શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે, મેયર મનહર મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ભાજપ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા, કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, તળાજા ધારાસભ્ય કોંગ્રેસ કનુભાઈ બારૈયા અને કમિશનર એમ એ ગાંધી સહિત નીચેના અધિકારી અને પક્ષોના આગેવાન કાર્યકર હાજર રહ્યા હતા અને સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.