- પાર્થિવ શિવલિંગની પૂજા શ્રાવણ માસમાં સૌથી ઉત્તમ અને ફળ આપનારી
- ભગવાન રામ અને ચંદ્રએ પણ પ્રથમ પાર્થિવ શિવલિંગ (માટીના શિવલિંગ) ની પૂજા કરી હતી
- સવારમાં બનાવી પૂજા અર્ચના કરીને સાંજે જળમાં પધરાવી દેવું પડે છે શિવલિંગને
- ભાવનગરના સીતારામ બાપુ દર વર્ષે કરે છે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા
ભાવનગર: પવિત્ર શ્રાવણ માસ (Shravan Mass) માં પાર્થિવ લિંગની પૂજા સૌથી શ્રેષ્ઠ પૂજા અને ભગવાન શિવ (Lord Shiva) ને પ્રસન્ન કરનારી ભક્તિ માનવામાં આવે છે. સોમનાથનું શિવલિંગ હોય કે રામેશ્વરનું શિવલિંગ (Shivling) પરંતુ તેની સ્થાપના સૌ પ્રથમ માટીના શિવલિંગ (Shivling) એટલે પાર્થિવ શિવલિંગ રૂપે કરાઈ અને ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા. ભાવનગરના સીતારામ બાપુ પણ દમપૂર્ણ શ્રાવણ માસમાં પાર્થિવ લિંગની પૂજા કરે છે. શું મહત્વ છે ચાલો સમજીએ..
આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
કેમ સૌથી શ્રેષ્ઠ ભક્તિ પાર્થિવ લિંગની માનવામાં આવે છે જાણો
શ્રાવણમાસ (Shravan Mass) માં શિવ બહાર આવે એટલે એક માસ ભગવાનને રીઝવવા ભક્તો અલગ અલગ પ્રકારે ભક્તિ કરે છે. આમ તો ભગવાન વિષ્ણુ નિંદ્રામાં જતા આસુરી શક્તિઓ પ્રબળ બને છે. તેથી તેને ડામવા માટે ઉપવાસ, વ્રત કરવામાં આવે છે પણ વિષ્ણુ નિંદ્રામાં જતા હોય પણ શિવ પોતાની તપસ્યાથી બહાર આવતા શ્રાવણ માસ (Shravan Mass) નો પ્રારંભ થાય છે. તેથી ઉપવાસ, વ્રત અને શ્રાવણ માસ આસુરી શક્તિ સામે રક્ષણ આપે છે. શ્રાવણમાં પાર્થિવ લિંગ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ (Lord Shiva) ઝડપથી પ્રસન્ન થાય છે.
પાર્થિવ લિંગ શ્રેષ્ઠ કેમ અને કેવી રીતે બનાવી શકાય ?
પાર્થિવ લિંગનું મહત્વ પુરાણોમાં શ્રેષ્ઠ છે. ચંદ્ર ભગવાને શ્રાપમાંથી મુક્તિ પામવા માટે રોજ પાર્થિવ લિંગ બનાવી ભગવાન શિવ (Lord Shiva) ને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. ભગવાન રામે પણ પ્રથમ રામેશ્વર શિવલિંગ (Shivling) માટીમાંથી પાર્થિવ બનાવ્યું અને પૂજા કરી હતી એટલે આમ જેટલા જ્યોતિર્લિંગ છે તે પાર્થિવ શિવલિંગ હતા. પાર્થિવ શિવલિંગ માટીમાંથી બને છે. પાર્થિવ લિંગ બનાવવાની રીત શુદ્ધ માટી, ભસ્મ, શુદ્ધ જળ અને પંચામૃત તેમજ સંકલ્પ કરીને માટીમાંથી બનાવવામાં આવે છે. જે બાદ શિવલિંગ (Shivling) પૂજા કરવામાં આવે છે અને સાંજે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો: શ્રવણ માસ નિમિતે હનુમાન દાદાને કરાયો શાકભાજીનો શણગાર
પાર્થિવ લિંગથી ફાયદો શું માનવામાં આવે છે ?
પાર્થિવ લિંગ પાંચ મહાભૂતોનું માનવામાં આવે છે. જળ, આકાશ, વાયુ, જમીન અને પાણીના સથવારે બનતું હોવાથી ભગવાન શિવ (Lord Shiva) ઝડપથી પ્રસન્ન થાય છે. કાળા પડી ગયેલા ચંદ્રને ફરી ઉજાશ શિવની તપસ્યાથી પ્રાપ્ત થઈ હતી. ભગવાન રામને શિવે પ્રસન્ન થઈ રાવણને મારવા પૂરતી શક્તિઓ પુરી પાડી હતી. માનવ જાત માટે પાર્થિવ લિંગની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે.