ETV Bharat / city

પ્લાસ્ટિક અને ચાઇનાની વસ્તુઓ આવવાથી લાકડા ઉદ્યોગને થઇ મોટી અસર - પ્લાસ્ટિક અને ચાઇનાની વસ્તુઓ

વર્તમાન સ્થિતિમાં તમામ વસ્તુઓને પ્લાસ્ટિકથી આકાર આપવામાં આવે છે, જેને લઈ પ્રદુષણને પણ ખતરો છે તે આપણે સૌ જાણીએ છે અને આપણી જૂની સંસ્કૃતિની વસ્તુઓ પણ વિસરતી જાય છે.

લાકડા ઉદ્યોગ
લાકડા ઉદ્યોગ
author img

By

Published : Aug 24, 2021, 4:05 PM IST

  • એક સમયે ભારત ભરમાં મહુવાનો લાકડાના રમકડાંનો ઉધોગ જાણીતો હતો
  • વિવિધ પ્રકારના લાકડામાંથી રમકડાં તેમજ ગૃહ ઉપયોગી સામાન બનવવામાં આવે છે
  • આ ઉદ્યોગમાં જોડાયેલા લોકોને સંઘેડિયા કહેવામાં આવે છે

ભાવનગર- વર્તમાન સ્થિતિમાં તમામ વસ્તુઓ પ્લાસ્ટિકથી આકાર આપવામાં આવે છે, જેને લઈ પ્રદુષણને પણ ખતરો છે તે આપણે સૌ જાણીએ છે અને આપણી જૂની સંસ્કૃતિની વસ્તુઓ પણ વિસરતી જાય છે. મહુવા એક સમયે લાકડા ઉદ્યોગ માટે ભારતભરમાં જાણીતું હતું, અહીં લાકડાને વિવિધ પ્રકારના આકાર આપી સુંદર રમકડાં બનાવવામાં આવે છે તેમજ ગૃહ ઉપયોગી વસ્તુઓ જેવી કે ઘોડિયા, પાટલી, વેલણ, ઝૂમર, મંદિર જેવી ચીજ વસ્તુઓને વિવિધ લાકડામાંથી આકાર આપવામાં આવે છે અને ભારતભરમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે.

લાકડા ઉદ્યોગ

આ પણ વાંચો- વડોદરાના સંગ્રહકારે દેશની આઝાદી સમયની દુર્લભ ચીજવસ્તુઓની કરેલી સાચવણી બની આકર્ષણનું કેન્દ્ર

લાકડાની તમામ વસ્તુઓ વેચનાર કે બનાવનાર સંઘેડીયા તરીકે ઓળખાય છે

આ લાકડાની તમામ ચીજ વસ્તુઓ બનાવનારા અને વેચનારાને સંઘેડીયા તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ અહીં સંઘેડીયા બજાર પણ આવેલું છે. જેમાં આ બધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે તેમજ બહારથી આવતા પર્યટકો પણ આ બજારની મુલાકાત લઈ ખરીદી પણ કરતા હોય છે.

લાકડા ઉદ્યોગ
લાકડા ઉદ્યોગ

આ પણ વાંચો- Toykathon 2021: રમકડા ઉદ્યોગમાં આવતી મુશ્કેલીઓનુ સમાધાન લાવવામાં આવશે

તમામ સંઘેડીયાઓ અને લાકડાના વેપારીઓના ધંધા પર મોટી અસર પડી છે

એમ કહી શકાય કે, આ ઉદ્યોગને ગ્રહણ લાગ્યું છે અને ધંધા રોજગાર પર મોટી અસર થઈ છે, જેના કારણોની જો વાત કરીએ તો એક સમયે સરકાર દ્વારા સબસીડી અને અન્ય રાહતો અપાતી હતી. બીજા નંબરમાં પ્લાસ્ટિક અને ચાઇનાની વસ્તુઓ આવવાથી આ ઉદ્યોગ પર મોટી અસર થઈ છે. જેને લઈ તમામ સંઘેડીયાઓ અને લાકડાના વેપારીઓના ધંધા પર મોટી અસર પડી છે, ત્યારે સરકાર આ ઉદ્યોગને પ્રોત્સાહન આપે તો ફરી આ ઉદ્યોગ બેઠો થાય તેમ છે અને લોકો ફરી આપણી જૂની સંસ્કૃતિ તરફ વળી પોતાનું આરોગ્ય પણ સાચવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.