- કોરોનાની ત્રીજી લહેરને લઇને તંત્રની તૈયારી શરુ
- ભાવનગરમાં બાળકો માટે 120 બેડ તૈયાર
- જરુર પડે તો વધુ 100 બેડની પણ તૈયારી રખાઈ
ભાવનગરઃ ભાવનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેર મંડરાઈ રહી છે ત્યારે બીજી લ્હેરમાં ગફલતમાં રહેલું તંત્ર ત્રીજી લહેર પહેલા તંત્રની તૈયારી શુ છે તે ETV BHARAT એ જાણવાની કોશિશ કરી છે શહેરમાં તંત્રએ પોતાની તૈયારી વિશે સ્પષ્ટતા કરી હતી.
ભાવનગર મહાનગરપાલિકાની ત્રીજી લહેરમાં શું તૈયારી
ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેરમાં બેડ ખાલી થઈ ગયાં હતાં. ઓક્સિજન ખૂટી પડ્યો કારણ હતું કે કોરોનાની બીજી લહેરને માપી શકાય નહીં અને હળવાશથી લેવામાં આવી હતી. જો કે હવે ત્રીજી લહેરની શક્યતા છે અને બાળકો ઝપટમાં આવી શકે છે ત્યારે મહાનગરપાલિકાને આ મામલે પૂછતાં હાલ સરકારનો કોઈ આદેશ નથી તેવું જાણવા મળ્યું. જ્યારે આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાને લઈને સંપૂર્ણ વ્યવસ્થાઓ છે. સર ટી હોસ્પિટલમાં વ્યવસ્થા છે અને ખાનગી હોસ્પિટલમાં પ્રથમ લહેરમાં વ્યવસ્થા હતી, પણ કોઈ બાળક દાખલ થયું ન હતું અને હાલમાં પણ બે હોસ્પિટલ ખાનગીમાં પણ તૈયારી બેડની રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vaccination Camp : વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને ગુરૂવારે અપાશે પ્રથમ ડોઝ, 28 દિવસ બાદ બીજો ડોઝ
સર ટી હોસ્પિટલમાં શું તૈયારી કરવામાં આવી
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરને લઈને 1000 બેડ સુધીની વ્યવસ્થા છે એ સાથે બાળકોનો વોર્ડ છે. હોસ્પિટલમાં હાલમાં 120 બેડ બાળકો માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. એ સિવાય પણ વધુ 100 બેડની વ્યવસ્થા છે જ્યારે ઓક્સિજન તો છે સાથે કન્સ્ટ્રેટરો પણ છે જેમાં બાળકો માટેની વ્યવસ્થા છે. એટલે બીજી લહેરમાં વહેમમાં રહી ગયેલું તંત્ર અને સરકાર ત્રીજી લહેરની શક્યતામાં સાવચેત જરૂર બન્યું છે. પણ શું તંત્રની આટલી તૈયારીઓ પૂરતી થશે કે ત્રીજી લહેર વિનાશક હશે ? આવ સવાલ વચ્ચે પ્રજાને પણ સમજવું જરૂરી બની જાય છે.
આ પણ વાંચોઃ સરકારી જમીન વેચીને 3 ભાઇઓ સાથે 1.15 કરોડની છેતરપિંડી થઇ