ભાવનગર ગુજરાતમાં રાજ્ય સરકારે ફરી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઈન કાર્યવાહી ભાવનગરના ખેડૂતો માટે પણ હાથ ધરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીના ભાવ ( Support price of groundnut 5850 per quintal )પણ સરકારે જાહેર કર્યા છે. સારા વરસાદ અને પાછોતરો વરસાદ ન હોવાથી મગફળીનું ઉત્પાદન અને ગુણવત્તા વધવાની શક્યતા છે. ત્યારે ટેકાના ભાવ વિશે જાણો.
ગત વર્ષે કેટલી ખરીદી અને કેટલું વાવેતર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં સાડા ચાર લાખ હેકટરમાં વાવેતર થાય છે. તેમાં 1.10 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થતું આવ્યું છે. ગત વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકારે કરી હતી. જિલ્લાના 2.50 લાખ ખેડૂતો પૈકી 17,493 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી માત્ર 3356 ખેડૂતોની 58795 ક્વિન્ટલ મગફળીની સરકારે ખરીદી કરી હતી. આમ જોઈએ તો ટેકાના ભાવમાં ખરીદી ભાવનગરના ખેડૂતો પાસેથી ક્યાંક સરકાર કહેવા પૂરતી કરતી હોય તેમ જરૂર કહી શકાય છે.
મગફળીનો ક્વિન્ટલ દીઠ ભાવ 2022 ભાવનગરમાં ગત વર્ષે તાલુકા કક્ષાએ અને શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થઈ હતી. સરકારે મોંઘવારી હોય નહીં તેમ ટેકાના ભાવમાં મગફળીમાં વધારો આપ્યો છે. ગત વર્ષે ક્વિન્ટલે (100 કિલો) 5250 ભાવ હતો. જેમાં વધારો કરીને 5850 ( Support price of groundnut 5850 per quintal ) કર્યો છે. માત્ર 300 રૂપિયા જેવી કિંમત વધારવામાં આવી છે.
ક્યાં સુધી રજિસ્ટ્રેશન 25 સપ્ટેમ્બરથી જિલ્લાઓમાં ભાવનગરના ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન મગફળીનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને 10 નવેમ્બર સુધીનો સમય ખેડુતો પાસે છે. 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં માત્ર 50 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે ઇ ગ્રામ,VCE, APMC માં જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન ખેડૂતો કરાવી શકશે. ખેડૂતે 7/12 અને 8/12 નો દાખલો,પાક તલાટીનો દાખલો,બેન્ક એકાઉન્ટ પાસબુક,ચેકબુક વગેરેની વિગત સાથે રાખીને રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.