- ભાવનગર મહાનગરપાલિકાએ બાંધકામ ક્ષેત્રે કામ કરતા વર્ગ સામે કરી લાલ આંખ
- બાંધકામ ક્ષેત્રે કામ કરતા વર્ગોને કાર્યવાહીના આદેશ સાથે અનુરોધ કરીને તાકીદ કરી
- BU પરમિશન અને ફાયર NOC લેવા નહીં હોય તો મહાનગરપાલિકા કરશે કડક કાર્યવાહી
ભાવનગરઃ મહાનગરપાલિકાએ બાંધકામ ક્ષેત્રે કામ કરતા વર્ગો માટે એક આદેશ જાહેર કરતા એક તાકીદ કરી છે, જેમાં મહાનગરપાલિકાએ કહ્યું છે કે, BU પરમિશન અને ફાયર NOC નહીં હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો- પંચમહાલમાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડી.જે.ના તાલે ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસે કાર્યવાહી કરી
મંજુરી નહી તો કડક કાર્યવાહીની જોગવાઈ
મહાનગરપાલિકાના વિસ્તારમાં બાંધવામાં આવી રહેલા જુદી જુદી પ્રકારના બાંધકામો જેવા કે, રહેણાક માટેના ફલેટો, મિક્સ ડેવલપમેન્ટ પ્રકારના બાંધકામો, વાણિજ્ય બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, સ્કૂલ-સંસ્થાના બાંધકામો, સિનેમાઘરો તેમ જ ફેક્ટરી બિલ્ડિંગ્સ જેવા તમામ પ્રકારનાં બાંધકામોની ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર)ના કાયદા મુજબ મંજૂરી મેળવી બાંધકામ પૂર્ણ થયાથી BU પરમિશન મેળવી લેવાનું રહશે. નહીંતર ધ જી.પી.એમ.સી. એક્ટના કાયદાઓ હેઠળ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની તેમ જ બાંધકામો તોડી પાડવા વિગેરે પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો- વડોદરામાં વાલીઓએ ફી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ
મહાનગરપાલિકા લોકોને અનુરોધ કરી રહી છે
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર એક્ટ-2013ની જોગવાઈઓ અનુસાર, નિયમોનુસાર લાગુ પડતા બાંધકામોને ફાયર NOC મેળવી લેવાની હોય છે. હયાત બાંધકામો કે, જેમણે વિકાસ પરવાનગી નથી મેળવી અથવા તો વિકાસ પરવાનગી મેળવેલા બાંધકામો કે જેનું BU પરમિશન મેળવી નથી તેવા તમામ બાંધકામોને લાગુ પડતા નિયમોનુસાર BU પરમિશન, ફાયર NOC વહેલામાં વહેલી તકે મેળવી લેવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. નહીં તો ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવા વિનંતી છે.