- ભાવનગરના ઘોઘા, અલંગ અને નવા બંદર ખાતે લગાવવામાં આવ્યું 4 નંબરનું સિગ્નલ
- 4 નબંરના સિગ્નલ એટલે લોકલ વોર્નિંગ
- દરિયામાં કરંટ વધતા અને વાવાઝોડું નજીક આવતા લગાવવામાં આવ્યું 4 નંબરનું સિગ્નલ
ભાવનગર: સંભવિત વાવાઝોડાનાં પગલે જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. તેમજ આગમ ચેતીના ભાગરૂપે બંદરો પર ખતરાની નિશાન માટે સિગ્નલો લગાવવામાં આવ્યા છે, ત્યારે નવા બંદર, ઘોઘા અને અલંગ ખાતે સંભવિત વાવાઝોડાના પગલે 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર સિગ્નલ 1 લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અલંગ, ઘોઘા, નવાબંદર ખાતે 4 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. તેમજ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં બપોર બાદ ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાના પગલે ભારે પવન સાથે દરિયાના પાણીમાં કરંટ વધતા ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સાંજના સમયે ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાના પગલે નવા બંદર, ઘોઘા અને અલંગ બંદર ખાતે સંભવિત વાવાઝોડાના પગલે 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, ત્યારે આ 4 નંબર સિંગ્નલ ભય સૂચકતાની નિશાની દર્શાવે છે. આ ઉપરાંત વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.