- અવણીયા ગામના દરિયાકાંઠે વસવાટ કરતા લોકોનું સ્થળાંતર
- શેલ્ટર હોમમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં
- ઘોઘામાં ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરતાં લોકોમાં નારાજગી
- ETV Bharat દ્વારા ઘોઘા મામલતદારને રજૂઆત બાદ ફૂડપેકેટની વ્યવસ્થા કરાઈ
ભાવનગરઃ સૌરાષ્ટ્ર પર તૌકતેે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના અવણીયા અને ઘોઘા ખાતે શેલ્ટર હોમમાં વાવાઝોડાથી પ્રભાવિત થનારા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. અવણીયા સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલ શેલ્ટર હોમમાં 18 જેટલા બેડ, પાણી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે . ઉપરાંત બીજી એક શાળાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ત્યાં સ્થળાંતરિત કરાયેલાં લોકો માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે. તંત્રે વ્યવસ્થા તો કરી, પરંતુ ભોજન માટે અલગ શેલ્ટર હોમ બનાવી મોકલવાનું અંતર ઘણું દૂર પડતું હોઇ ભોજન પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચોઃ LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર
ETV Bharat લોકોને થયું મદદરૂપ
તો બીજીતરફ ઘોઘા ખાતે સ્થળાંતરિત લોકો અને તેમની સાથે બાળકો પણ હોઇ ભોજનની વ્યવસ્થા નહીં થતાં રોષ જોવા મળ્યો હતો. ETV Bharat દ્વારા ઘોઘા મામલતદારને આ અંગે રજૂઆત કરાતાં બાળકો માટે તાત્કાલિક ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ તંત્ર અને મીડિયા ટીમનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરના ઘોઘા બંદરે લાગ્યું ભયસુચક 9 નંબરનું સિગ્નલ