ભાવનગર: આ વખતે ચોમાસાની સિઝનમાં મેઘરાજા રાજ્યભરમાં મહેરબાન થયા છે. તેવામાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશ 120 ટકા વરસાદ પડ્યો છે. ગત 30 વર્ષના આંક મુજબ 595 મીમી સરેરાશ વરસાદને 100 ટકા ગણીએ તો આ વર્ષે 713 મીમી એટલેકે 120 ટકા વરસાદ પડ્યો છે.
![ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના 70% જળાશયો છલકાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-01-story-jilla-panchayat-70-jadasayo-chlkaya-avb-rtu-gj10030_12102020112443_1210f_1602482083_672.jpg)
આ વરસાદમાં જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક સારા પ્રમાણમાં થઇ છે. સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ ગામોના તળાવો, ચેકડેમો અને નાના જળાશયોમાં પણ સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા અને તેની સાફસફાઈની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી.
![ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના 70% જળાશયો છલકાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-01-story-jilla-panchayat-70-jadasayo-chlkaya-avb-rtu-gj10030_12102020112443_1210f_1602482083_459.jpg)
જેનું ફળ મળતા આ વર્ષે મોટાભાગના જળાશયો હાલ છલકાઇને ઓવરફ્લો થઇ ગયા છે. ઉપરાંત આજુબાજુના ગામોના પાણીના તળો પણ ઉંચા આવી ગયા છે. તેમજ કૂવા સજીવ બની જતા ખેડૂતો પોતાના ખેતરોના ઉભા પાકને પાણી આપી રહ્યા છે. જ્યારે હજુ સૌની યોજના હેઠળ ફેઝ-4માં જે વિસ્તારમાંથી આ લાઈનો પસાર થશે તેમાં આવતા ગામોના નાના મોટા જળાશયોને પણ ભરવામાં આવશે.