ETV Bharat / city

RTPCR Of School Student: ભાવનગરમાં શાળાના 2900 વિદ્યાર્થીના RTPCR થયા, જાણો કોની જાગૃતતા જરૂરી

ભાવનગર શહેરમાં આવેલી નગર પ્રાથમિક શાળા અને ખાનગી શાળાઓમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (Municipal Corporation Health Department Bhavnagar ) દ્વારા વિદ્યાર્થીના RTPCR કરવાની ઝુંબેશ શરૂ કરાયેલી છે. શહેરમાં હાલ શાળાએ શાળાએ વર્ગે વર્ગમાં વિદ્યાર્થીના RTPCR કરવામાં (RTPCR Of School Student) આવી રહ્યા છે. સારી બાબત એ છે કે, હજુ કોઈ કોરોના પોઝિટિવ બાળક સામે આવ્યું નથી. વાલીઓ પણ જાગૃત છે અને શિક્ષકો પણ જાગૃત છે, તેવામાં શાળામાં ટેસ્ટિંગ કેટલું અને કેમ જરૂરી બન્યું? જાણીએ વિગતથી...

RTPCR Of School Student: ભાવનગરમાં શાળાના 2900 વિદ્યાર્થીના RTPCR થયા, જાણો કોની જાગૃતતા જરૂરી
RTPCR Of School Student: ભાવનગરમાં શાળાના 2900 વિદ્યાર્થીના RTPCR થયા, જાણો કોની જાગૃતતા જરૂરી
author img

By

Published : Jan 1, 2022, 8:02 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં દરેક શાળાના બાળકોને લઈને વાલીઓમાં ચિંતા છે પણ મહાનગરપાલિકા પણ સતર્ક બની ગઈ છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના જ માત્ર 27 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ છે જ્યારે અન્ય ખાનગી શાળાના અલગ બાળકો છે. એવામાં હાલ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની (Municipal Primary Education Committee) શાળામાં 2900 વિદ્યાર્થીના ટેસ્ટિંગ થયા છે. આરોગ્ય વિભાગ સતર્ક છે પણ હજુ બાળકોની સુરક્ષા માટે કોની જાગૃતતા જરુરી તે પણ જાણવુ મહત્વનુ છે.

ભાવનગરમાં શાળાના 2900 વિદ્યાર્થીના RTPCR થયા

શાળાઓમાં RTPCR ટેસ્ટિંગની કેમ વ્યવસ્થા

ભાવનગર શહેરમાં આવેલા મહાનગરપાલિકાના (Municipal Corporation Health Department Bhavnagar ) 13 આરોગ્ય કેન્દ્રને તેમના વિસ્તારમાં આવતી શાળાઓને RTPCR ટેસ્ટિંગ કરવાનો (RTPCR testing in schools) આદેશ કરી દેવામાં આવ્યો છે તેથી કરચલિયા પરા વિસ્તારમાં ભીલવાડા આરોગ્ય કેન્દ્ર ટેસ્ટિંગ કરી રહ્યું છે. ભીલવાડા આરોગ્ય કેન્દ્રના ડોકટર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તેમના આરોગ્ય કેન્દ્ર નીચે 18 શાળાઓ આવે છે જેમાં ટેસ્ટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 8 શાળાઓમાં ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું છે. વાલીઓને વિનંતી છે કે બાળકને શરદી તાવ કે ઉધરસ હોઈ તો પહેલા ટેસ્ટિંગ કરાવે અને બાદમાં શાળાએ મોકલવાનો આગ્રહ રાખે જેથી ચેપ બીજાને લાગે નહીં.

કેટલી શાળાઓમાં ટેસ્ટિંગ થયું અને કેટલું બાકી?

મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 55 શાળાઓમાં આશરે 27 હજાર બાળકો છે. આરોગ્ય કેન્દ્ર વિસ્તાર પ્રમાણે કામ કરી રહી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અત્યાર સુધીમાં 2900 કરતા વધુ બાળકોના ટેસ્ટિંગ કરી ચુકી છે અને કોઈ કેસ સામે આવ્યો નથી. ભીલવાડા સર્કલની શાળાના આચાર્ય હિતેશભાઈ જોશી કહે છે કે, અમારી શાળામાં 590ની સંખ્યા છે જેમાં 513 ના RTPCR રિપોર્ટ કરી લેવામાં આવ્યા છે. 27 હજાર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો છે એ સિવાય પણ અન્ય શાળામાં જ્યાં બાળકોમાં શરદી ઉધરસ તાવના લક્ષણો લાગે તો શિક્ષક ખુદ જાગૃત બની તેના રિપોર્ટ કરાવે તેવી સાવચેતી શિક્ષકોએ પણ કેળવવી પડશે.

બાળકની સુરક્ષામાં પહેલી કોની ફરજ?

જ્યારે વાત બાળકોની આવી છે ત્યારે પહેલી ફરજ માતાપિતા એટલે કે વાલીની બને છે, કે બાળકને શરદી ઉધરસ અને તાવ હોઈ તો શાળાએ મોકલવાને બદલે જો હોસ્પીટલ લઈ જઈને રિપોર્ટ કરાવે તો બીજા બાળકોની સુરક્ષા કરી શકાશે. બીજી શિક્ષકની પણ ફરજ છે, જેને વર્ગખંડમાં એક બાળકને શરદી ઉધરસ હોઈ તો રિપોર્ટ કરાવવો જોઈએ જેથી બાળકોની સુરક્ષા ઉભી કરી શકાય છે. આમાં વાલી અને શિક્ષકની જવાબદારી જરૂરી બને છે કે, તેઓ દરેક બાળક પર ધ્યાન કેન્દ્રિત કરે અને જો નહિ કરે તો આખી શાળા ખતરામાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો:

Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક

Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.