ઘોઘા રોડ રિંગ રોડ પર બાલયોગીનગરમાં જીતેન્દ્રસિંહ ગોહિલનો મૃતદેહ તેના ઘરમાં પંખે લટકેલી હાલતમાં મળ્યો હતો. પરિવારમાં પત્ની અને બાળકો બહાર ગયા હતા ત્યારે તેમનો મૃતદેહ ઘરમાં મળી આવ્યો હતો. ઘરમાં સોનાના ઘરેણા અને રોકડ ચોરાઈ હોવાની પરિવારને શંકા જતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ રોડ પર આવેલી તેજસ્વી પ્રાથમિક શાળાની પાછળ આવેલા બાલ યોગીનગરમાં રહેતા અને એક સોનીની દુકાનમાં નોકરી કરતા હિતેન્દ્રસિંહ હેમુભા ગોહિલનો મૃતદેહ તેમના ઘરમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતો. આ અંગે ઘરના સભ્યોને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ઘરમાં જે પ્રમાણે બધી વસ્તુઓ વેર વિખેર હાલતમાં હતી, તેમજ પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઘરમાંથી દાગીના સહિતનો કિંમતી સામાન ગાયબ હતો. જેથી પરિવારજનોએ હત્યા સાથે ચોરીની શંકા જતાવી છે. આ દિશામાં પોલીસે હાલ મૃતકના ભાઈની ફરિયાદ લઈ અને વધુ તપાસ હાથધરી છે.