- સરકાર દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાના મુડમાં
- શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોના અંગેની સાવચેતી રાખવામાં આવી
- ભાવનગરની શાળાઓમાં રિયાલિટી ચેક કરતું ઇટીવી ભારત
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં 200થી પણ વધુ શાળાઓ આવેલી છે, જેને દિવાળી બાદ સરકાર શરૂ કરવા જઇ રહી છે. ત્યારે ભાવનગરમાં શાળાઓમાં કેવી વ્યવસ્થા છે, તેની ચકાસણી ઇટીવી ભારત દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગરની માધ્યમિક શાળાઓ કેટલી ?
ભાવનગર શહેર જિલ્લામાં આવેલી કુલ શાળાઓ જોવામાં આવે તો શહેરમાં 70 જેટલી શાળાઓ છે, ત્યારે જિલ્લામાં 150 આસપાસ શાળાઓ આવેલી છે. દરેક શાળાઓ માધ્યમિક શાળાઓ છે, જેમાં કોરોનાને પગલે શાળા ખોલવાની મંજૂરી મળતા આનંદ છવાયો છે.
શાળાઓમાં શું વ્યવસ્થા કરવામાં આવી ?
ભાવનગર શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા માટે વ્યવસ્થા કરી લેવામાં આવી છે, ઇટીવી ભારતે શહેરના ઘોઘા સર્કલમાં આવેલી બીએમ કોમર્સ શાળામાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં સેનીટાઇઝર, ડિસ્ટન્સ અને થર્મલ ગન જેવી પણ વ્યવસ્થા જોવા મળી છે. આમ શહેરની ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ બંને શાળાઓ દિવાળી બાદ મહામારીમાં તૈયાર હોવાનું જણાય રહ્યું છે.