ભાવનગરઃ શહેર અને જિલ્લામાં કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોંચવા આવ્યો છે અને રોજ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. તેવામાં મહાનગરપાલિકા દ્વારા વડીલ અને દિવ્યાંગો માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
કોરોના મહામારીમાં લોકો હવે ઘરે ઉપચાર કરતા થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાએ નવો નુસખો અપનાવ્યો છે. રાજ્યમાં ભાવનગર મનપાએ નવી યોજના ‘ટેસ્ટ ઓન કોલ’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં વડીલો અને દિવ્યાંગો માટે એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એક કોલ ઉપર મનપાની ટિમ દિવ્યાંગ અને વડીલોને ઘરે જઈને સારવાર કરશે. આ સેવા કોરોના માટેના રેપીડ ટેસ્ટ માટે ઉભી કરવામાં આવી છે.