મહુવામાં વરસાદનું આગમન
અડધો ઈંચ વરસાદ વરસ્યો
નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભાવનગરઃ રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લાના મહુવામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા 20 દિવસથી આતુરતાથી રાહ જોયા બાદ સોમવારે બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સોમવારે મહુવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જોકે, આટલા વરસાદમાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
મહુવામાં અડધો ઇંચ વરસાદ પડવાથી શહેરના નીચાણ વાળા વિસ્તાર જેવા કે, ગૌરવ પથ, શાક માર્કેટ, પોલીસ સ્ટેશન અને સોસાયટી વિસ્તારોમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનોમાં પાણી ઘુસવાને કારણે અનેક વાહન બંધ પણ પડી ગયા હતા. પાલીકા પાસે પાણી નિકાલને લઈ કોઈ આયોજન ના હોય તેવુ જણાઈ રહ્યુ છે. પ્રીમોનસુનની કામગીરી પણ માત્ર કાગળ પર હોઈ તેવી લોક મુખે ચર્ચા સાંભળવા મળી હતી.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમમાં વરસાદના કારણે સર્જાયો વિનાશ, 149 લોકોનાં મોત