ETV Bharat / city

Protest In Talaja: અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા રસ્તાને લઇ 13 ગામના લોકોમાં રોષ, ઉગ્ર વિરોધની આપી ચીમકી

author img

By

Published : Apr 16, 2022, 11:01 PM IST

તળાજા તાલુકાના 13 ગામો દ્વારા અલ્ટ્રાટેક કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા રોડનો વિરોધ (Protest In Talaja) કરવામાં આવી રહ્યો છે. ગામલોકો છેલ્લા 5 વર્ષથી અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગ વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે. ગામલોકોએ જો યોગ્ય પગલાં નહીં ભરાય તો ઉગ્ર વિરોધની ચીમકી આપી છે.

અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા રસ્તાને લઇ 13 ગામના લોકોમાં રોષ

ભાવનગર: મહુવા તેમજ તળાજા તાલુકાના છેવાડાના તલ્લી, ભાંભોર મળીને કુલ 13 જેટલા (Villages Of Talaja Taluka) ગામલોકો દ્વારા છેલ્લા 4-5 વર્ષથી અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગ વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે. એવા સમયે અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા માઈનિંગ માટે ગામમાં પાકા માર્ગની કામગીરી હાથ ધરાતા ગામલોકો દ્વારા ઉગ્ર વિરોધ (Protest In Talaja) થતા ભાજપના પૂર્વ ધારા સભ્ય કનુ કલસરિયા દ્વારા જાત નિરક્ષણ કરી ગામલોકો સાથે રહી કંપની વિરુદ્ધ ઉગ્ર આંદોલન માટેની ચીમકી આપવામાં આવી છે.

છેલ્લા 3 વર્ષથી 13 ગામના લોકો દ્વારા કંપની વિરુદ્ધ દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્યા છે.

13 ગામના લોકો દ્વારા કંપની વિરુદ્ધ દેખાવો- ગામલોકો દ્વારા છેલ્લા 4-5 વર્ષથી અલ્ટ્રાટ્રેક કંપની (Ultratech Company mining talaja) દ્વારા કરવામાં આવતા માઈનિંગ વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 3 વર્ષથી 13 ગામના લોકો દ્વારા કંપની વિરુદ્ધ દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્યા છે. કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગના કારણે ગામમાં ખેતીલાયક જમીન ખરાબ તેમજ બિનઉપજ બનવાની પણ ભીતિને લઈને વિરોધ થઇ રહ્યો છે. એવા સમયે તાજેતરમાં જિલ્લા પંચાયત દ્વારા ગામમાં પાકો રસ્તો (Raods In Talaja) બનાવવા માટે કંપનીને કોન્ટ્રાક્ટ અપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગર: 7 મહિનાથી રિસામણે ગયેલી પત્ની ઘરે આવી, બોલાચાલી થતાં પતિને માર્યો માર

રસ્તો બનાવવા કરાયેલા ખોદાણને ગામલોકોએ પૂરી દીધું- અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા તાલ્લી અને ભાભોર વચ્ચેના માર્ગને (Road Between Talli and Bhambhor) પાકો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનો ગામલોકો દ્વારા વિરોધ કરી પાકો રસ્તો બનાવવા માટે કરવામાં આવેલા ખોદાણને ગામલોકો દ્વારા પૂરી દઈ રસ્તો નહીં બનાવવા આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અલ્ટ્રાટ્રેક કંપની વિદ્ધ માઈનિંગ તેમજ રસ્તા બાબતે ચાલતા વિરોધમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ તાજેતરમાં જાત નિરીક્ષણ કરી કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગ અને રસ્તા બાબતે એક બેઠક કરી હતી.

આ પણ વાંચો: તળાજાના પસ્વી નજીક એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં દંપતિનું મોત

યોગ્ય પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન થશે- તેમણે ગામલોકોને સહકાર આપી કંપની વિરુદ્ધ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી 13 ગામના લોકો દ્વારા માઈનિંગનો વિરોધ કરવામાં આવે છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી. તેમજ તાજેતરમાં જિલ્લા પંચાયત દ્વારા ગામમાં પાકા રસ્તા માટેની કામગીરી (Road works In Talaja)કંપની માટે મંજૂર કરવામાં આવતા કંપની દ્વારા માઇનિંગ વાહનોની અવરજવર માટે પાકો માર્ગ બનાવવાની શરૂઆત કરતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જો આગામી દિવસોમાં કંપની તેમજ સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.