ETV Bharat / city

ભાવનગરમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી દેશી ગોળનું ઉત્પાદન - ભાવનગરમાં ગોળનું ઉત્પાદન

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા હરદેવસિંહ ગોહિલ પોતાના ખેતરે ઓર્ગેનિક ખેતી કરી શેરડીનો સારો પાક લઇ રહ્યા છે. આ શેરડીના પાકના ઉત્પાદન માટે કોઈપણ પ્રકારના કુત્રિમ ખાતરનો ઉપયોગ કર્યા વિના વિઘે ૧,૨૦૦ મણ શેરડીનું ઉત્પાદન લઇ દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવી રહ્યો છે.

ETV BHARAT
ભાવનગરમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી દેશી ગોળનું ઉત્પાદન
author img

By

Published : Jan 26, 2021, 6:24 PM IST

  • મોરચંદ ગામે રહેતા હરદેવસિંહ ગોહિલ કરી રહ્યા છે ગોળનું ઉત્પાદન
  • 1,200 મણ શેરડીનું ઉત્પાદન લઈ દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે
  • દેશી ગોળ ૭૦ રૂપિયે વેચાણ કરવામાં આવી રહ્યું છે
  • ગોળની મીઠાશના કારણે આ દેશી ગોળ આજે વિદેશોમાં પણ વેચાણ અર્થે જાય છે
    ભાવનગરમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી દેશી ગોળનું ઉત્પાદન

ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા હરદેવસિંહ ગોહિલ પોતાના ખેતરે ઓર્ગેનિક ખેતી કરી શેરડીનો સારો પાક લઇ રહ્યા છે. આ શેરડીના પાકના ઉત્પાદન માટે કોઈપણ પ્રકારના કુત્રિમ ખાતરનો ઉપયોગ કર્યા વિના વિઘે ૧,૨૦૦ મણ શેરડીનું ઉત્પાદન લઇ દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવી રહ્યો છે.

હરદેવસિંહ ગોહિલ મોરચંદ ગામે દેશી ગોળનું ઉત્પાદન કરે છે

મોરચંદ ગામના હરદેવસિંહ ગોહિલે પોતાના ખેતરે આ વર્ષે વિઘે ૧,૨૦૦ મણ ઉત્પાદન થયેલી શેરડીમાં ગળપણનો રેશિયો ૨૪ ટકા જેટલા રસથી ભરેલી શેરડીનો પાક થયો છે. જે શેરડીનો તેમણે પોતાના વાડીએજ દેશી ગોળ બનાવવા એક નાનકડો પ્લાન્ટ તૈયાર કર્યો છે.

ETV BHARAT
ભાવનગરમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી દેશી ગોળનું ઉત્પાદન

દેશી ગોળ કઈ રીતે બની રહ્યો છે

દેશી ગોળ બનાવવા માટે હરદેવસિંહ એક નાનો પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેમાં પહેલા શેરડીનો રસ ચિચોડા મારફતે કાઢવામાં આવે છે, ત્યારબાદ આ રસને એક પ્લાન્ટમાં તૈયાર કરેલા ટેન્કમાં નાખી તેમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરી ચોખ્ખો કરી બીજા ટેન્કમાં ગાળી તેના પર પ્રોસેસ કરી ત્રીજી ટેન્કમાં તેને ખૂબ ઉકાળી ગરમ કરવામાં આવે છે. જે બાદ બની ગયેલ ગોળને ઠારી તેને એક ડબ્બામાં પેક કરી દેશી ગોળની ભેલીઓ તૈયાર કરવામાં આવે છે. પોતાના ખેતરે ગોળ બનવા સમયે હરદેવસિંહ પોતે હાજર રહી મજૂરોને માર્ગદર્શન તેમજ કામમાં મદદ પણ કરે છે.

દેશી ગોળનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે

દેશી પદ્ધતિથી બનાવતા ગોળના પ્લાન્ટમાં હરદેવસિંહ દ્વારા ગોળ બનાવતા સમયે કોઈપણ જાતના મિશ્રણ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેને લઇને ગોળની મીઠાશ કંઈક અલગ જ લાગે છે. આ ઉપરાંત પ્લાન્ટ ઉપર સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે જ એગ્રીકલ્ચર પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઓર્ગેનિક ખેતીથી લઈને ગોળ પાડવાની પદ્ધતિનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ ગોળની નિકાસ વિદેશમાં

આજે મોરચદ ગામે પાડવામાં આવતો દેશી ગોળ ૭૦ રૂપિયે કિલો વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોતે જાતે જ શેરડીનું ઉત્પાદન કરી ગોળ બનાવી સિઝન દરમિયાન નહીં નફો કે નુકસાન વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ ખેડૂત દ્વારા બનાવવામાં આવેલા ગોળની વિદેશમાં પણ નિકાસ થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.