ભાવનગર: ભાવનગર જિલ્લામાં શ્રમિકો માટે શ્રમિક કાર્ડ (Problems in issuing Bhavnagar Labor Card)કાઢવામાં પડતી હલાકીએ શ્રમિકોને મળતા લાભમાં વિલંબ સર્જ્યો છે. શ્રમિકોના શ્રમિક કાર્ડના (Labor Card) અપાયેલા ટાર્ગેટ પ્રમાણે 20થી 30 ટકા શ્રમિક કાર્ડ માંડ નીકળ્યા છે.
શ્રમિક કાર્ડ કાઢાવવામાં OTP અને ફિંગરપ્રિન્ટની સમસ્યા
ભાવનગર જિલ્લાની વસ્તી આશરે 14 લાખ કરતા વધુ છે ત્યારે હાલમાં શ્રમિક કાર્ડ કાઢવા માટે જિલ્લાના ગામડે ગામડે શ્રમિક કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ શ્રમિક કાર્ડ (Labor Card) કાઢનાર ગ્રામ પંચાયતના VCEને OTP અને ફિંગરપ્રિન્ટની સમસ્યા સતાવી રહી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લાના અગરિયાઓના ઓળખકાર્ડ રદ કરાતા હિત રક્ષક મંચ દ્વારા આવેદનપત્ર અપાયું
ફિંગરપ્રિન્ટ પણ એક્સેપ્ટ તાત્કાલિક નહિ થવાથી સમય લાગે છે
એક વ્યક્તિના શ્રમિક કાર્ડ કાઢવામાં એરર આવતા ફરીથી ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે તો OTPની જરૂર પડે છે. ફિંગરપ્રિન્ટ પણ એક્સેપ્ટ તાત્કાલિક નહિ થવાથી સમય લાગે છે. ત્યારે એક ગામડામાં 1 હજાર કરતા વધુ શ્રમિકો છે ત્યાં માત્ર હાલમાં 400 કે 500 અંદાજે કાર્ડ કાઢવામાં આવ્યા છે. મતલબ કે અન્ય ગામડાઓમાં જ્યાં નેટવર્કની સમસ્યા છે તેવા ઊંડાણ વાળા ગામડાઓમાં 10 કે 20 ટકા શ્રમિક કાર્ડ નીકળ્યા છે.
![ભાવનગર જિલ્લામાં શ્રમિક કાર્ડમાં ધાંધીયા, લોકોને મળતા લાભમાં સર્જ્યો વિલંબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14292653_1jpg.jpg)
શુ છે સમસ્યા અને શું કહે છે શ્રમિકોની લેબર કમિશનર કચેરી
ભાવનગર જિલ્લાના શ્રમિકોનો ટાર્ગેટ એટલો આપવામાં આવ્યો છે કે, જે જિલ્લાની કુલ વસ્તીની અડધી વસ્તી છે. જિલ્લામાં આશરે 14 લાખ કરતા વધુ વસ્તી છે ત્યારે આસિસ્ટન્ટ લેબર કમિશનર એમ.બી પાઠકે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાને શ્રમિક કાર્ડ કાઢવા માટે 6,74,145નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે ત્રણ વર્ષમાં 1,33,704 શ્રમિક કાર્ડ નીકળ્યા છે. ત્યારે એરરની સમસ્યા હોવાનું કેન્દ્ર સરકાર સુધીની કચેરીને જાણ કરી દેવાઈ છે પણ એક માત્ર સર્વર હોવાથી સમસ્યા રહે છે.
![ભાવનગર જિલ્લામાં શ્રમિક કાર્ડમાં ધાંધીયા, લોકોને મળતા લાભમાં સર્જ્યો વિલંબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14292653_2jpg.jpg)