- ભાવનગર મહાનગરપાલિકામાં નવા સીમાંકનને લઈ કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ
- ભાવનગર મહાનગરપાલિકાની હાલની બોડીની ટર્મ થઈ રહી છે પૂર્ણ
- ચૂંટણી પહેલા ભાવનગર મહાનગરપાલિકામાં રાજકીય માહોલ ગરમાયો
- કોંગ્રેસ અને ભાજપે બંનેએ પોતાની સોગઠી ગોઠવી લીધી
ભાવનગરઃ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી સરકારે મહાનગરપાલિકાની ચૂંટણી 3 મહિના મોકૂફ રાખી છે. ભાવનગર મહાનગર પાલિકાની વાત કરવામાં આવે તો, ભાવનગર મહાનગર પાલિકાની હાલની બોડીની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવાઈ છે. ચૂંટણી પહેલાં રાજકીય માહોલ સર્જાઈ ગયો છે. કોંગ્રેસ ભાજપ બંને પોતાની સોંગઠી ગોઠવવામાં લાગી ગયા છે. એવામાં 2015 બાદ ફરી એક ગામડાંને ભેળવીને સીમાંકનમાં મોટો બદલાવ આવ્યો છે. શું બદલાવ આવ્યો છે અને શું સીમાંકન થયું છે તો ભાજપ કોંગ્રેસના સીમાંકનથી આક્ષેપબાજી અને રાજકરણનો પ્રારંભ થઈ ગયો છે જોઈએ આ અહેવાલમાં...
- ભાવનગરની મહાનગરપાલિકાની બેઠકોની સ્થિતિ
ભાવનગર મહાનગરપાલિકાની 2015ની ચૂંટણીનું પરિણામ ડિસેમ્બરમાં આવી ગયું હતું અને ભાજપ ફરી સતત 20 વર્ષ પછી શાસનમાં યથાવત્ રહ્યું હતું. મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 52 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ અને પરિણામના અંતે ભાજપ પાસે 34 બેઠકો અને કોંગ્રેસ પાસે 18 બેઠકો આવી હતી. ભાજપ સત્તામાં આવતા ફરી કેસરિયો લહેરાયો હતો.
- ભાવનગર મહાનગરપાલિકામાં 2015માં રાજકીય પક્ષની બેઠક
ભાવનગર મહાનગરપાલિકાના 2015ના પરિણામમાં જોવા જઈએ તો ભાજપ પાસે 34 બેઠક અને કોંગ્રેસ પાસે માત્ર 18 બેઠક હતી, પરંતુ 13 વોર્ડમાં કોંગ્રેસ કેટલા અને કયા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ કયા વોર્ડમાં ખાતું નહોતું ખોલી શક્યું ? જોઈએ 13 વોર્ડની સ્થિતિ.....
- આ 4 વોર્ડમાં કોંગ્રેસનું બળ
ઉત્તર કૃષ્ણનગર- રૂવા વોર્ડ કોંગ્રેસ-4 અને ભાજપ-0
ચિત્રા ફુલસર- નારી વોર્ડ કોંગ્રેસ-3 અને ભાજપ-1
બોરતળાવ વોર્ડ- કોંગ્રેસ-3 અને ભાજપ-1
કરચલિયા પરા વોર્ડ- કોંગ્રેસ-3 અને ભાજપ-1
- આ 2 વોર્ડમાં ફિફટી ફિફટી
વડવા બ વોર્ડ - કોંગ્રેસ-2 અને ભાજપ-2
કુંભારવાડા વોર્ડ- કોંગ્રેસ-2 અને ભાજપ-2
- આ 7 વોર્ડમાં કોંગ્રેસ નબળી અને ભાજપનું બળઃ
તખ્તેશ્વર વોર્ડ - કોંગ્રેસ-1 અને ભાજપ-3
ઉત્તર સરદારનગર વોર્ડ - કોંગ્રેસ-0 અને ભાજપ-4
દક્ષિણ સરદારનગર- કોંગ્રેસ-0 અને ભાજપ-4
ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડ- કોંગ્રેસ-0 અને ભાજપ-4
વડવા વોર્ડ - કોંગ્રેસ-0 અને ભાજપ-4
કાળિયાબીડ વોર્ડ- સીદસર કોંગ્રેસ-0 અને ભાજપ-4
પીરછલ્લા વોર્ડ - કોંગ્રેસ-0 અને ભાજપ-4
ભાવનગર મહાનગરપાલિકાનું આ ચિત્ર છે. આ 13 વોર્ડમાં 2015માં પાંચ ગામ ભેળવી દેવાયા હતા. જેમાં રૂવા, નારી, અકવાડા, તરસમિયા અને સીદસર ગામ અને 2010માં કુલ વોર્ડ 17 હતા, જે 2015માં સીમાંકન થતા વોર્ડ 13 થયા અને નવા ગામ સાથે શહેરી વિસ્તાર વધાર્યો હતો, જેમાં ભાજપને ફાયદો થયો તો ક્યાંક નુકસાન પણ થયું હતું. 7 વોર્ડમાં ભાજપનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું. જ્યારે 13 વોર્ડ પૈકી 6 વોર્ડમાંથી 2 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરની ટક્કર રહી હતી, જ્યારે ચાર વોર્ડમાં કોંગ્રેસ ભાજપની જેમ ક્લીનચિટ આપી શકી નહતી. આથી ભાજપ સત્તામાં બેસી ગયું હતું.
- નજર કરીએ આવનારી ચૂંટણીની તૈયારી પર....
ભાવનગર ચૂંટણી વિભાગે હાલમાં ડિસેમ્બરમાં થનારી ચૂંટણી મોકૂફ રાખી છે, પરંતુ ચૂંટણી શાખાએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. નવું એક ગામ અધેવાડા ભેળવવામાં આવ્યું છે, જેની બાહ્ય સોસાયટીઓ અને ગામના લોકોની મળીને વસ્તી 14 હજાર આસપાસ થાય છે. હવે અધેવાડાને ભેળવવા સાથે સીમાંકન એમ કરવામાં આવ્યું છે કે, દરેક અન્ય 12 વોર્ડમાં અસર થાય અધેવાડા આમ તો કાળિયાબીડ વોર્ડમાં આવ્યું છે પણ ચૂંટણી વિભાગે વસ્તી સરભર કરવા અને બૂથ સરભર કરવા દરેક વોર્ડમાં વિસ્તારોને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ધકેલી દીધા છે.
- આપણે જોઈએ હવે એ વોર્ડ જે હવે ક્યાં વોર્ડમાં છે અને 2015ની વસ્તી અને હાલની વસ્તી શુ છે
- ચિત્રા ફુલસર વોર્ડ નંબર - 1 વર્ષ 2015માં નારી ઉમેરાયું ગામ ત્યારની વસ્તી 46, 539 જે 2020માં 50,140 થઈ
કાળિયાબીડ વોર્ડ નંબર- 10 વર્ષ 2015માં સીદસર ઉમેરાયું ગામ ત્યારની વસ્તી 45, 487 જે 2020માં 48, 603 - દક્ષિણ સરદારનગર વોર્ડ નંબર - 11 વર્ષ 2015માં તરસમિયા ઉમેરાયું ગામ ત્યારની વસ્તી 49, 362 જે 2020માં હવે 49, 548 પણ હવે તરસમિયા ઉત્તર સરદારનગરમાં ઉમેરાઈ ગયું છે.
ઉત્તર સરદારનગર વોર્ડ નંબર-12 2015માં અકવાડા ઉમરાયું ગામ ત્યારની વસ્તી 51, 580 જે 2020માં તરસમિયા ગામ ભળતા 53, 034 અને અકવાડા નીકળી ગયું. - ઘોઘાસર્કલ વોર્ડ નંબર - 13 વર્ષ 2015માં એકેય ગામ ભળ્યું નહતું ત્યારની વસ્તી 50,193 જે 2020માં અકવાડા ગામ ભળતા હવે 54,020 થઇ
ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર- 5 વર્ષ 2015માં રૂવા ગામ ઉમેરાયું ત્યારની વસ્તી 53,137 જે 2020માં 54, 165 વસ્તી થઇ
- હવે 2020 પ્રમાણે વોર્ડની વસ્તી જોઈએ... (વોર્ડના નામ અને વસ્તી)
- ચિત્રા ફુલસર નારી વોર્ડ - 50, 140
- કુંભારવાડા વોર્ડ - 49, 512
- વડવા બ વોર્ડ - 45,425
- કરચલિયા પરા વોર્ડ - 49,931
- ઉત્તર કૃષ્ણનગર- રૂવા વોર્ડ - વોર્ડ 54, 165
- પીરછલ્લા વોર્ડ - 51,917
- તખ્તેશ્વર વોર્ડ - 46,632
- વડવા અ વોર્ડ - 45,127
- બોરતળાવ વોર્ડ - 51,372
- કાળિયાબીડ સીદસર અધેવાડા વોર્ડ - 48,603
- દક્ષિણ સરદારનગર વોર્ડ - 49, 548
- ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડ - 53, 034
- ઘોઘાસર્કલ અકવાડા વોર્ડ - 54, 020
કુલ- 13 વોર્ડ, વસ્તી-6,49,426
- સીમાંકન થયા બાદ કોંગ્રેસની આક્ષેપબાજીઃ
ભાવનગર કોંગ્રેસ 2015માં મજબૂત બની હતી અને આશરે 18 બેઠક મેળવવામાં સફળ રહી છે, ત્યારે કોંગ્રેસે 2015માં નહીં પણ હવે 2020માં સીમાંકન બાબતે રાજકારણ શરૂ કર્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અધેવાડા ગામને ભેળવવામાં આવ્યું પણ તેના પહેલા ભેળવેલા 2015ના ગામડાઓમાં પ્રાથમિક સુવિધા આજે પણ નથી અને ટેક્સ આ વર્ષે લઈ લેવામાં આવ્યો છે ત્યારે અધેવાડા વધુ એક ગામ ભેળવવાની જરૂર શું હતી. એટલું નહીં ભેળવવામાં આવ્યું પણ એવી રીતે કે અધેવાડા અડધું બીજા સરદારનગર વોર્ડમાં તો અડધું કાળિયાબીડમાં શુ કરવાની જરૂર હતી. અધેવાડાને ભેળવવા માટે 13 વોર્ડની વસ્તીનું પણ રૂપાંતરણ કરવામાં આવ્યું. જેમ કે, પીરછલ્લા વોર્ડના લઘુમતીના વિસ્તારને ઉત્તર કૃષ્ણનગરમાં નાખવામાં આવ્યા, જે કોંગ્રેસની વોટબેન્ક હતી. આમ, ભાજપે સીમાંકન કરીને પીરછલ્લામાં ભાજપ મજબૂત બનાવી. આમ 13 વોર્ડમાં વિસ્તારોના વોર્ડ બદલીને રાજકરણ કરવામાં આવ્યું છે.
- કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપનો વળતો પ્રહારઃ
ભાવનગરના સીમાંકન બાબતે ભાજપએ હાથ ખંખેર્યા છે અને કહ્યું, ચૂંટણી વિભાગે પોતાની રીતે સીમાંકન કર્યું છે. કોંગ્રેસ પાસે આક્ષેપ કરવા સિવાય કશું રહ્યું નથી અને 13 વોર્ડની સીમાડાઓમાં થયેલા ફેરફાર તો ચૂંટણી વિભાગે વસ્તીની સરભર કરવા માટે કર્યા હોય અને ભાજપ કહેને ચૂંટણી વિભાગ સીમાંકન કરે તે થોડું બની શકે એટલે કોંગ્રેસની વાત પાયાવિહોણી છે.
- આવો જાણીએ, લોકોના મતે સીમાંકન કેવું છે ?
ભાવનગરમાં 6 લાખ કરતા વધુ મતદારો છે. ત્યારે 2015માં ભળેલા નવા ગામડાઓમાં પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે. એટલે આગામી દિવસોમાં ફરી સત્તા હાંસલ કરવા બની શકે કે, સીમાંકનનો દાવ રમવામાં આવ્યો હોય પણ જે પરિસ્થિતિ નવા ગામો ભળવાને કારણે હાલમાં થઈ છે. તેથી ભાજપની બેઠકો પર અસર થઈ શકે છે. કાળિયાબીડ, સરદારનગર, ઘોઘાસર્કલ આ વોર્ડ ભાજપની બહુમતીવાળા છે, જેમાં નવા ગામડાઓ ભળતા અને સુવિધાઓ ન હોવાથી આગામી દિવસોમાં બેઠકો ગુમાવી શકે તેથી મતોનું રાજકરણ ખેલાયું હોઈ તેમ લોકો જરૂર માની રહ્યા છે.
ભાવનગરમાં 2010 બાદ 2015માં કોંગ્રેસની વધેલી બેઠક બાદ ભાજપને સીમાંકન ભારે પડ્યું હોઈ તેવું જરૂર લાગે છે. ત્યારે આ વર્ષે વક ગામ ભેળવીને પોતાની વોટબેન્કને જીવંત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રતીત કોંગ્રેસ અને પ્રજાને લાગી રહ્યું છે. તેવામાં હવે ચૂંટણી બાદ કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકાની ભાજપની સત્તા આગામી દિવસોમાં લોકોને પસંદ આવી છે કે કેમ તે તો પરિણામ જાહેર કરશે.