ETV Bharat / city

Bhavnagar Murder Case: ભાવનગરમાં યુવાનો પર હુમલો હત્યામાં ફેરવાયો - ભાવનગર પોલીસ

ભાવનગર શહેરમાં(Bhavnagar Murder Case) અડધી રાત્રે માથાકૂટ સર્જાઈ હતી. આ માથાકૂટનું પરિણામ આવ્યું કે યુવકની સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો(Bhavnagar Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યોં છે.

Bhavnagar Murder Case:ભાવનગરમાં યુવાનો પર થયો હુમલો હત્યામાં ફેરવાયો

author img

By

Published : Apr 27, 2022, 3:40 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં અવારનવાર હુમલાઓની ઘટના સામે આવતી રહેતી હોય છે. જેમાં નાની નાની વાતમાં મામલો ઉગ્ર થતા જીવ ગુમાવાના સમાચાર મળતા હોય છે. ત્યારે ફરી એક વખત શહેરના સુભાષનગર વિસ્તારમાં(Subhashnagar murder case) આવેલી વર્ષા સોસાયટી પાસે યુવાનીયાઓ ઉપર પૈસાની લેતીદેતી બાબતે હથિયાર વડે હૂમલો થયો હતો. આ બનાવમાં(Crime case in Bhavnagar) મોડી રાતે એક સગીર યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Tanya Murder Case Nadiad: નડીયાદના બહુચર્તિત તાન્યા અપહરણ અને હત્યા કેસમાં 3 આરોપીઓને મૃત્યુ પર્યંત કેદની સજા

સુભાષનગર વર્ષા સોસાયટીનો બનાવ - ભાવનગર શહેરના(Bhavnagar Murder Case) સુભાષનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે 11.30 કલાકની આસપાસ ચિત્રા મસ્તરામ બાપા મંદિર પાસે રહેતા ઉમેશ ભરતભાઈ ચૌહાણ અને તેના ફઈના દીકરા પૂજન અજયભાઈ રાઠોડ પર તલવાર ધોકા વડે હૂમલો થયો હતો. બંન્ને યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન સારવારમાં ઉમેશનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સમગ્ર સુભાષનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: Murder case in Surat: પત્નિની હત્યા બાદ આત્મહત્યા કરનાર પતિનો મૃત્યુ પહેલોનો વીડિયો સામે આવ્યો

હત્યા પાછળનું કારણ - ભાવનગરના(Bhavnagar Police) બંને યુવાનો પૈકી મૃત્યુ પામનાર પશ્ચિમ વિસ્તારના મસ્તરામ બાપા મંદિર પાસેના વિસ્તારના રહેવાસી છે. મૃતક ઉમેશ અને તેં ફઈના દીકરા પૂજન સાથે સુભાષનગર વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ(Bhavnagar subhashnagar night fight) થઈ હતી તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ માથાકૂટમાં અચાનક હૂમલો થતાં એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બનાવ બાદ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે હજુ સુધી સંપૂર્ણ વિગત પોલીસ સમક્ષ આવી નથી. આ ઘટનામાં પોલીસ પૂછપરછ બાદ આરોપીનું આગામી દિવસોમાં નામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આ પૈસાની લેતીદેતીની વધુ વિગત ના આવતા હજુ સુધી ભેદ ઉકેલાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.