ETV Bharat / city

ભાવનગરમાં રીક્ષા ચાલક મજબૂરીથી બન્યો ગાંજાનો ડીલર, પોલીસે કરી ધરપકડ - ભાવનગર SOG

ભાવનગર શહેરમાં કાજીવાડમાં રહેતા શખ્સ શાળામાં રીક્ષા ચલાવતો હતો. પણ છેલ્લા એક વર્ષથી બંધ શાળાને કારણે રોજગારીમાં ફાંફા પડતા ગાંજાનો વ્યાપાર શરૂ કર્યો હતો. પરંતુ, પોલીસની નજરે ચડી જતા SOG પોલીસે તેને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી હતી. આ સાથે, શખ્સ પાસેથી એક કિલોથી વધુ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં રીક્ષા ચાલક મજબૂરીથી બન્યો ગાંજાનો ડીલર,

author img

By

Published : Jun 9, 2021, 6:59 PM IST

  • ભાવનગર SOGએ 10,600ની કિંમતનો ઝડપ્યો ગાંજો
  • 1 કિલો સુકો ગાંજા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી
  • રીક્ષા ચાલકે આર્થિક ભીસમાં આવતા ચાલુ કર્યું ગાંજાનું વેચાણ

ભાવનગર: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં ATSના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન રોકવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તેના ભાગ રૂપે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને ભાવનગર SOGએ જિલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી અને વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજાના માર્ગદર્શન નીચે મળેલ બાતમીના આધારે આરોપી ઇરફાન મહમદ શેખ મુસ્તુફાના મકાનમાં તેના ઘરેથી 10,600ની કિંમતનો 1 કિલો સુકો ગાંજો તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ 11,100ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

ભાવનગરમાં રીક્ષા ચાલક મજબૂરીથી બન્યો ગાંજાનો ડીલર,
ભાવનગરમાં રીક્ષા ચાલક મજબૂરીથી બન્યો ગાંજાનો ડીલર,

આ પણ વાંચો: નાનાપોઢા સરકારીને બગાસું ખાતા પતાસું મળ્યું, વાહન ચેકીંગ દરમિયાન 1લાખ 33 હજારનો ગાંજો મળ્યો, બે ની ધરપકડ

આરોપીએ આર્થિક ભીસમાં આવતા ચાલુ કર્યું ગાંજાનું વેચાણ

આરોપી સામે NDPS એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. યુસુફખાન પઠાણએ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ રેઇડ દરમિયાન ભાવનગર FSLના અધિકારી આર.સી. પંડયાએ સ્થળ તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. આરોપી રીક્ષા ચાલક છે અને તેને લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા ગાંજાનું વેહચાણ શરૂ કર્યું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. જોકે, રોજગારીના ફાંફા અને પૈસાની અછતમાં ગુનાહિત પ્રવૃતિઓ શરૂ કરતાં પોલીસના ઝપેટમાં ઈરફાન મહંમદ શૈખ આવી ગયો હતો અને હાલ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 6 કિલો ગાંજા સાથે એક યુવાન ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.