ETV Bharat / city

વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ રો રો ફેરી કોઈને કોઈ કારણસર રહે છે બંધ : શું છે કારણો - ડ્રીમ પ્રોજેકટ રો રો ફેરી

ભાવનગરને સુરત સાથે જોડવા માટે પેસેન્જર શિપ બાદ હેવી રોપેક્ષ શરૂ થયા પછી માટીનો કાંપ, રોપેક્ષ જહાજની ક્ષતિઓ વચ્ચે ફેરી આશરે 8 વખત બંધ રહી છે અને હાલમાં પણ મેઇન્ટનન્સના કારણે છેલ્લા 15 દિવસથી બંધ છે.હાલમાં રો રો બંધ હોય ત્યારે સુરતની ટ્રેન શરૂ કરતાં અટકળો ઉભી થઇ છે કે ફેરી શરૂ થશે કે કેમ ?

વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ રો રો ફેરી કોઈને કોઈ કારણસર રહે છે બંધ : શું છે કારણો

author img

By

Published : Aug 19, 2021, 3:49 PM IST

  • વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ રો રો ફેરી ડચકા ખાતાં ચાલી રહી છે
  • 15 દિવસથી હવે મેઇન્ટનન્સના વાંકે બંધ અને પ્રજા ફરીને સુરત જવા મજબૂર
  • સાંસદે કહ્યું રો રો બંધ નહીં થાય ઓગસ્ટના અંત સુધીમાં થશે શરૂ
  • 2014થી પેસેન્જર રોરો, 2018માં રોપેક્ષ વાહનની રોરો શરૂ થયા પછી વિઘ્નો

ભાવનગરઃ શહેરવાસીઓને સુરત સાથે જોડવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ પદના સમયમાં ડ્રીમ પ્રોજેકટ ઘોઘા દહેજ રો રો ફેરીનો પ્રારંભ કર્યો હતો. પેસેન્જર શિપ બાદ હેવી રોપેક્ષ શરૂ થયા પછી માટીનો કાંપ, રોપેક્ષ જહાજની ક્ષતિઓ વચ્ચે ફેરી આશરે 8 વખત બંધ રહી છે અને હાલમાં પણ મેઇન્ટનન્સના કારણે છેલ્લા 15 દિવસથી બંધ છે. જો કે હાલમાં ફેરી હજીરા શરૂ થઈ હતી જે લોકો માટે આશીર્વાદરૂપ હતી કારણ કે લોકો સીધા સુરત સાથે જોડાયા હતાં. પરંતુ સરકારે હાલમાં રો રો બંધ હોય ત્યારે સુરતની ટ્રેન શરૂ કરતાં અટકળો ઉભી થઇ છે કે ફેરી શરૂ થશે કે કેમ ?

મેઇન્ટનન્સના કારણે બંધ ફેરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ ડ્રીમ પ્રોજેકટ છે. 300 કરોડનો પ્રોજેકટ 600 કરોડે પહોંચ્યો છતાં સરકારે સાકાર કર્યો. પણ વિઘ્નરૂપે ક્યાંક જહાજ બંધ પડવાના તો દરિયાઈ કાંપ ભરાવાને કારણે ચાલુ બંધ થતો રહ્યો છે હાલમાં છેલ્લા 15 દિવસથી રો રો ફેરી મેઇન્ટનન્સના કારણે બંધ છે.
રો રો ફેરીનો પ્રારંભ અને આવેલા વિઘ્નો વચ્ચે ડ્રીમ પ્રોજેકટ
ભારતને જળ માર્ગે જોડવામાં આવે તો અનેક પરિવહનક્ષેત્રે ફાયદો અને ચીજોના ભાવ પર નિયંત્રણ આવી શકે છે માટે ભાજપની રાજ્ય સરકારે 2014માં પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રૂમ પ્રોજેકટ ગુજરાતના બે દરિયાઈ કાંઠાને જોડવા માટે અમલમાં લાવવામાં આવ્યો હતો. 2014માં ખાતમુહૂર્ત થયા બાદ 300 કરોડનું કદ વધીને 600 કરોડ થયું અને ઘોઘા દહેજમાં જેટી બનાવાઈ અને 22 ઓક્ટોમ્બર 2017ના રોજ વડાપ્રધાને રો રો ફેરીનો પ્રારંભ કર્યો હતો. જો કે આ પ્રોજેકટ માલસામાન અને લોકોના પરિવહન માટે હતો પણ વિવાદ વચ્ચે સરકારે ડ્રીમ પ્રોજેકટને લોકો અવનજવન કરી શકે તે માટે નાના પેસેન્જર શિપ 2017માં શરૂ કરીને પ્રારંભ કરી દીધો હતો. જ્યારે 2018માં સીએમ વિજય રૂપાણીએ વાહનો જઇ શકે તે રોપેક્ષ ફેરીનો પ્રારંભ કરાવ્યો હતો.

હાલમાં પણ મેઇન્ટનન્સના કારણે છેલ્લા 15 દિવસથી બંધ છે

રો રો ફેરી કેટલી વખત બંધ થઈ અને શું વિઘ્ન આવ્યાં ભાવનગર દહેજ વચ્ચે શરૂ કરેલી ફેરી સર્વિસથી લોકો સંતુષ્ટ ન હતાં કારણ કે ભાવનગર હીરાનું હબ હોઇ સુરત જનારા લોકોને દહેજથી સુરત આશરે 100 km અન્ય વાહન મારફત જવું પડતું હતું. પ્રજાના સહયોગથી દહેજ પેસેન્જર શિપ સફળ ચાલ્યું પણ બાદમાં વાહનોની અવન જવન માટે રોપેક્ષ શરૂ થયા બાદ વિધ્નોની હારમાળા શરૂ થઈ હતી. ઈન્ડિગો શી કનેક્ટ કમ્પનીએ મુકેલ રોપેક્ષ જહાજને વારંવાર દહેજમાં માટીનો કાંપ આવવાથી તકલીફો થતી. જેથી કાંપ કાઢવા માટે સરકારને લાખો ખર્ચવા પડતાં અને 10 દિવસ બંધ રહેવાથી લોકોને નુકશાની જતી હતી. કાંપ બાદ જહાજમાં એન્જીન ફેલ થવાના કિસ્સાઓમાં 2018થી લઈ 2021 સુધીમાં 8 વખત ફેરી બંધ રહી છે. દહેજમાં કાંપને પગલે અંતે સરકારે પ્રજાને સુરતની આશા પૂર્ણ કરવામાં પગલું ભર્યું અને હજીરા રોપેક્ષ શરૂ કરી જેનું પણ રંગેચંગે ઉદ્ઘાટન થયું અને હાલમાં પણ છેલ્લા 15 દિવસથી ફેરી બંધ છે કારણ છે ત્રણ વર્ષે મેઇન્ટનન્સનું. ફેરી બાબતે સાંસદ ભારતીબેન શિયાળે સ્પષ્ટતા કરી ભાવનગર રોરો ફેરી છેલ્લા 15 દિવસથી બંધ છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટમાં આવતા વિઘ્ન વચ્ચે પ્રજા પરેશાન છે. ફરીને સુરત જવામાં 700 km જેવું થાય છે અને 8 થી 10 કલાક લાગે છે. હાલમાં બંધ રો રો ફેરી મામલે સાંસદ ભારતીબેન શિયાળને પૂછતાં તેમને જણાવ્યું હતું કે રો રો ફેરી ક્યારેય બંધ થવાની નથી. ત્રણ વર્ષે નિયમ મુજબ મેઇન્ટનન્સના કારણે હાલ એક મહિનો બંધ છે અને તેમાં પણ 15 દિવસ વીતી ગયાં છે એટલે ઓગસ્ટ એન્ડ સુધીમાં પુનઃ શરૂ કરવામાં આવશે. રેલવેની ટ્રેનો શું એટલે શરૂ કરવામાં આવી કે રો રો બંધ છે એ મુદ્દે ભારતીબેને જણાવ્યું હતું કે ના, તેના કારણે કોઈ ટ્રેન તાત્કાલિક નથી શરૂ કરાઇ. રો રો મેઇન્ટનન્સના કારણે બંધ છે અને ઓગસ્ટ એન્ડમાં શરૂ થશે.

આ પણ વાંચોઃ જામનગર: વાડીનાર-મુન્દ્રા વચ્ચે રો-રો સર્વિસ થશે શરૂ

આ પણ વાંચોઃ આશીર્વાદરૂપ બની રહી છે રો રોપેક્ષ ફેરી સર્વિસ, રો રો ફેરીમાં 8 કન્ટેનરો પહોંચ્યા ભાવનગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.