ભાવનગર શહેરમાં આંબાવાડી સર્કલમાં થતા ગરબાનો ઈતિહાસ રોમાંચક છે. ETV Bharat એ ઇતિહાસની વિગત મેળવી હતી. યુવાની વયમાં શરૂ કરેલી ગરબી આજે આધુનિક સુર તાલ સાથે જાહેરમાં થઈ રહી છે. માત્ર મહિલાઓ અને દીકરીઓને એન્ટ્રી ગરબામાં છે. ઉપરાંત આ ગરબીની મુલાકાત વડાપ્રધાન મોદીથી લઈને અનેક ફિલ્મ જગતના કલાકારો લઈ ચુક્યાની માહિતી સામે આવી છે.
આંબાવાડી સર્કલ ગરબા મંડળનો પ્રારંભ ઇતિહાસ ભાવનગરની 40 વર્ષ પહેલાં એટલે 1982માં પાંચથી સાત મિત્રોએ ગરીબ ઘરની દીકરીઓ માટે ચોકમાં માઁ અંબાજીની આરાધના ગરબાથી કરવા પ્રારંભ કર્યો હતો. પાંચ સાત મિત્રો ETV Bharatએ ખાસ મુલાકાત કરીને ઇતિહાસની જાણકારી મેળવી હતી. આંબાવાડી વિસ્તાર હતો અને ભાવનગરનો વિકાસ હજુ તેટલા પ્રમાણમાં નો હતો થયો. ત્યારે પાંચ સાત મિત્રોએ ચોકમાં ગરબી શરૂ કરી જેને આજે 40 વર્ષે પણ શહેરની પ્રસિદ્ધ ગરબી માનવામાં આવે છે. (Garbi of Ambawadi Circle)
ઢોલના સથવારે શરૂ થયેલી ગરબી આંબાવાડી સર્કલમાં પાંચ સાત મિત્રો પૈકીના જશુભા, દશરથસિંહ અને અન્ય હાજર મિત્રો સાથે મુલાકાત થઈ હતી. દરેકે જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલાં ગરીબ દીકરીઓ માટે ઢોલના સથવારે ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઢોલ પર ઘણા વર્ષો સુધી યુવાની વયમાં મિત્રોએ ગરબી મંડળ ચલાવ્યું હતું. દાતાઓ મળતા સુવિધાઓ વધારવામાં આવે અને આજે શહેરનું ફર્સ્ટ નંબરનું કહેવાતું ઓર્કેસ્ટ્રા આંબાવાડી મિત્ર મંડળ પાસે છે. જેના સથવારે હજારો દીકરીઓ ગરબા લેતી આવી છે અને આ વર્ષે પણ લેશે. (Navratri organized in Bhavnagar)
મહિલાની સુરક્ષા અને ગાયક કલાકાર આંબાવાડી મિત્ર મંડળ સભ્ય એ જણાવ્યું હતું કે, આંબાવાડીમાં શરૂઆતથી ગરબીમાં માત્ર મહિલાઓ માટે એન્ટ્રી છે. 40 વર્ષથી માત્ર દીકરીઓ અને મહિલાઓ ગરબીમાં ગરબા લઈ શકે છે. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે હવે 45 લોકોનું બની ગયેલું ગ્રુપ ચારે તરફ નજર રાખે છે. આજદિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ સાથે પોલીસનો પણ સહકાર હોવાથી સુરક્ષા પુરી મળી રહે છે. ગાયક કલાકારો સ્થાનિક જ રાખવામાં આવે છે જેને પ્લેટફોર્મની જરૂર હોય અને તેવા કલાકારો આજે ગુજરાત કક્ષાએ પહોંચ્યુંનો આનંદ જુના સભ્યો લઈ રહ્યા છે. (Navratri 2022 in Bhavnagar)
વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક મહેમાન જાહેર સર્કલમાં ચાર તરફ રસ્તા બંધ કરીને રાત્રે 10 કલાકે ગરબાનો પ્રારંભ થાય છે. ઢોલથી શરૂ થયેલો ગરબી મંડળનોં પ્રોગ્રામ આજે ઓર્કેસ્ટ્રા દ્વારા યોજાઈ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન અહીંયા મુલાકાત લઈ ચૂકેલા છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા ભાભીએ પણ મુલાકાત લીધેલી છે. આ સાથે અન્ય ગુજરાતી ગિલમના દરેક કલાકારો આંબાવાડી ગરબી મંડળમાં પગલાં માંડી ગયેલા છે. આ વર્ષની નવરાત્રીની પુરજોશમાં તૈયારીઓ શરૂ છે. સ્થાનિક ગાયક કલાકાર ધૂમ મચાવવાના છે અને આખરી ઓપ નવરાત્રીનો આપવામાં આવી રહ્યો છે. (PM Modi visited Navratri in Bhavnagar)