ETV Bharat / city

પાલીતાણામાં PGVCLની પ્રી મોન્સૂન કામગીરીની કરવાનું ભૂલાઈ ગયું - પાલીતાણામાં પીજીવીસીએલની લાપરવાહી

પાલીતાણા PGVCLની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. પીજીવીસીએલ દર વર્ષે રૂપિયા 40થી 45- લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. પાલીતાણા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા વીજ વાયરો તેમજ ટ્રી કટીંગનું કામ હજુ થયું નથી. પાલીતાણામાં પીજીવીસીએલ પ્રિમોન્સુન કામગીરી કરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

પાલીતાણામાં PGVCLની પ્રી મોન્સૂન કામગીરીની કરવાનું ભૂલાઈ ગયું

author img

By

Published : Jul 2, 2021, 3:37 PM IST

  • ભાવનગર જિલ્લાના પાલીતાણાની PGVCL વાત
  • ચોમાસા પહેલાં વીજ તંત્રની ઘોર લાપરવાહી
  • 45 લાખનો ખર્ચ છતાં પ્રિમોન્સૂનની કામગારી ફક્ત કાગળ પર

    પાલીતાણાઃ વાવાઝોડું વીત્યે એને અંદાજે દોઢ માસ જેટલો સમય વીત્યો પરંતુ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં PGVCL પ્રિમોન્સૂન કામગીરી કરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાલીતાણા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા વીજ વાયરો તેમજ ટ્રીકટીંગનું કામ હજુ થયું નથી. પાલીતાણા શહેરમાં આવેલી પીજીવીસીએલની ખુલ્લી પેટીઓ મોતને આમંત્રણ આપતી હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પીજીવીસીએલ પ્રિમોન્સૂન કામગીરી પાછળ 40થી 45 લાખનો ખર્ચ કરે છે, પરંતુ આ ખર્ચ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.

ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન કામગીરીમાં ઠાગાઠૈયાં

ચોમાસું દસ્તક દઈ રહ્યું છે તેવામાં પાલીતાણામાં PGVCL તંત્રની પ્રિમોન્સૂન કામગીરીનો ચિતાર મેળવવાનો પ્રયાસ ઈટીવી ભારતની ટીમે કર્યો તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. શહેરના મેઈન બજારમાં ખુલ્લી વીજ પેટીઓ અને ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો સિન્ધી કેમ્પ વિસ્તાર શહેરનો પોશ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં તો પીજીવીસીએલ ટ્રાન્સફોર્મર આવેલું છે તેની નીચે જ વાયરની ખુલ્લી પેટી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ગત ચોમાસામાં શોક લાગવાના કારણે ગાયનું મોત થયું હતું અને અન્ય પ્રાણીઓને વીજકરંટ લાગવાના બનાવ બન્યાં હતાં.

કાગળ પર રહેતી કાર્યવાહી ખરેખર કરો

ઘેટી રીંગ રોડની વાત કરીએ તો ઘેટી રીંગ રોડ પર પણ ટીસીની નીચે પેટીઓ ખુલ્લી જોવા મળી રહી છે. સાથોસાથ વીજ વાયરો પણ ખુલ્લા જોવા મળે છે. પાલીતાણા પોપડા વિસ્તારમાં પણ ટીસમાં ખુલ્લા વીજ વાયરો તેમજ ખુલ્લી પેટીઓ જોવા મળે છે . હાલ તો PGVCL તંત્રની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. ચોમાસ માં શોક લાગવાની નાની મોટી ઘટનાઓ ઘટતી હોય છે, પશુથી લઇ લોકો પણ ઈજાગ્રસ્ત થતાં હોય છે તેને ધ્યાનમાં લઇ પ્રિમોન્સૂન કામગીરી ખરેખર કરવી જોઈએ નહી કે કાગળ પર.

પ્રિમોન્સૂન કામગીરી પાછળ 40થી 45 લાખનો ખર્ચ કરે છે, પરંતુ આ ખર્ચ માત્ર કાગળ પર

આ પણ વાંચોઃ ભાવનગરમાં નારી ચોકડી આગળનો પુલ તૂટ્યા બાદ વધી ટ્રાફિક સમસ્યા

મેઇન બજારની સ્થિતિ ભયજનક

પાલીતાણામાં દર વર્ષે PGVCL પ્રિમોન્સુન કામગીરી પાછળ લાખોનો ધુમાડો કરે છે પરંતુ શહેરમાં એક પણ વિસ્તારમાં પીજીવીસીએલ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી દેખાતી નથી તેવું જ આ વર્ષે જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલદર વર્ષે રૂપિયા 40થી 45 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ માત્ર ને માત્ર કાગળ પર હોય છે. આ વર્ષે વાવાઝોડાના કારણે પ્રિમોન્સૂન કામગીરી નથી થઇ તેવું પીજીવીસીએલનાં કાર્યપાલક જણાવે છે. પરંતુ સવાલ એ થાય કે મોટી સંખ્યામાં મેઈન બજારમાં લોકોની અવરજવર હોય છે. આ વિસ્તારમાં ખુલ્લા વાયરો અને ટ્રીકટીંગનું કામ હજુ થયું નથી જેને કારણે લોકોને ભયના માહોલમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. ક્યારે થશે પ્રિમોન્સૂન કામગીરી અને ક્યારે લોકોને આ ભયમાંથી મુક્તિ મળશે તે એક પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ Bardoli municipalityની પ્રિમોન્સૂન કામગીરી અડધા ઇંચ વરસાદમાં ધોવાઈ ગઈ, ઘૂંટણસમા પાણી ભરાયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.