ભાવનગર : ભાવનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને (Rain in Bhavnagar) મહેર વરસાવી છે. ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ સામાન્ય નોંધાયો છે પરંતુ આસપાસના કેટલાક વિસ્તારના ગામડાઓમાં મેઘમહેર થવા પામી છે. મહુવાની બગડ નદીમાં (Mahuva Bagad River) વગર વરસાદે પુર આવ્યું છે. મહુવાના બગદાણા પાસે વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર લાગી છે. આ પુર આવવાના પાછળનું કારણ છે કે ઉપરવાસમાં સારો વરસાદ હતો.
આ પણ વાંચો : ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
નદીના નીર જોઈ લોકો ચોંકી ઉઠ્યા - ભાવનગર જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા કરી રહ્યા છે, ત્યારે મહુવામાં મિનિમમ 12 mm વરસાદ નોંધાયો હતો. મહુવાના બગદાણા પાસેથી વહેતી બગડે નદીમાં અચાનક (Rainfall update in Gujarat) વરસાદના નીરની આવક ધીરે ધીરે શરૂ થઈ હતી અને બગડે નદીમાં જ્યોત જોતા આમાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. ખડખડ વહેતા પાણી અને આવેલા નદીના નીરને કારણે ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્યોને ગામ લોકોએ કેમેરામાં કંડોરીને (Rainfall forecast in Gujarat) મેઘરાજાની કંઈક વધામણી કરી હતી.
આ પણ વાંચો : મેઘરાજા મહેરબાન, અમદાવાદના રંગભર્યા રસ્તાઓ થયાં પાણી પાણી
બગડ નદીમાં પુર તો પરિવાર ક્યાં ફસાયું - મહુવાના બગદાણાની બગડ નદીમાં ઘોડાપૂર (Ghodapur in Bagad River) આવવા પાછળનું કારણ બગડ ડેમ સો ટકા ભરાઈ જતા ઓવર ફ્લો થઈ ગયો હતો. ઓવરફ્લો થવાનું કારણ પાલીતાણા ગારીયાધાર અને જેસર ઉપરવાસના પંથકમાં સારા એવા વરસાદના નીર બગડ ડેમમાં આવતા બગડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. મામલતદાર દીપેશ સાકરીયાએ જણાવ્યું હતું કે, નાની જાગધાર અને મોટી જાગધાર તેમજ લીલવણ ગામને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા. જેમાં મોટી જાગધાર ગામે ગામતળમાં રહેતા એક પરિવાર ફસાતા તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. આ સિવાય તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ નથી કે નથી તાલુકામાં ભારે વરસાદ આવ્યો.