- પ્રધાન મનસુખ માંડવિયાએ શીપ બ્રેકરો સાથે કરી ચર્ચા
- આગામી સપ્ટેમ્બર માસમાં અલંગ એક્સ્પો 2021-22નું આયોજન કરવામાં આવશે
- યોજાયેલા સેમિનારમાં અલંગને લગતા અનેક પડતર પ્રશ્નોની રજૂઆત
ભાવનગર: વિશ્વભરમાં બીજા નંબરનું ગણાતું અલંગ શીપ રિસાયકલીંગ ઉદ્યોગને તાજેતરમાં જ બજેટ સત્ર દરમિયાન સીતારામન દ્વારા પાંચ વર્ષમાં અલંગ ઉદ્યોગને વિકસાવવા તેમજ તેના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય તે માટે પ્રસ્તાવ મુકવામાં આવેલો હતો. જે અંગે શીપ ઇન્ડસ્ટ્રીઝ અને ફર્ટીલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયાએ ભાવનગર ખાતે અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલું હતું.
આ પણ વાંચો: અનલોક-2માં અલંગ ખાતે 30 જહાજો રિસાયકલ માટે આવ્યા
અલંગ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો કરવા માંડવીયાનો સેમિનાર
અલંગ શીપ ઉદ્યોગને છેલ્લા પાંચ વર્ષમાં કઈ રીતે વિકસાવી ઉત્પાદનમાં વધારો કરી શકાય તે માટે તાજેતરમાં જ દિલ્હી ખાતે બજેટ સત્ર દરમિયાન સીતારામન દ્વારા ઉલેખ્ખ કરવામાં આવેલો હતો. જે અંતર્ગત શીપ ઇન્ડસ્ટ્રીઝ અને ફર્ટીલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયાએ ભાવનગર શીપ બ્રેકરો સાથે એક મિટીંગનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવેલું કે, અલંગ ઉદ્યોગ દ્વારા અત્યારે ઉત્પાદન 32 લાખ મેટ્રિક ટન છે. જેને વધારીને 64 લાખ મેટ્રિક ટન કઈ રીતે કરી શકાય. તે માટે શીપ બ્રેકરો સાથે ચર્ચા કરવામાં આવેલી હતી. જેમાં અલંગમાં શીપ ઉદ્યોગ વધારવા માટે વધુમાં વધુ શીપ અલંગમાં ભંગાણ માટે આવે, પોલીસી રિફોર્મ કેવા પ્રકારની કરવી જોઈએ. આ ઉપરાંત અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ફર્નેસ ઇન્ડસ્ટ્રીઝ, રિ-રોલિંગ મિલને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલી હતી.
આ પણ વાંચો: અલંગમાં તેજીના મોહોલને લઈ રોલિંગ મિલોને ફાયદો
2021-22માં અલંગ એક્સ્પોનું આયોજન
અગાઉ એશિયાના સૌથી મોટા શીપ બ્રેકીંગ યાર્ડ અલંગમાં હોંગકોંગ કન્વેન્શન અમલી બનાવી તેમાં એશિયા ઉપરાંત યુરોપના જહાજો પણ ભાંગવા માટે આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાંથી નીકળતો સામાન દેશના પ્રત્યેક રાજ્યનાં શહેરોમાં મળી રહે તે માટે આગામી સપ્ટેમ્બર માસમાં અલંગ એક્સ્પો 2021-22નું આયોજન ભાવનગરમાં કરવામાં આવશે. જેમાં વેપારીઓ, દલાલો અને શિપ બ્રેકરો વચ્ચે વ્યાપારીક સેતુ ગોઠવવામાં આવશે.
શિપ બ્રેકરો દ્વારા પડતર પ્રશ્નોની કરી રજૂઆત
જો કે અલંગ ખાતે વેપારીઓને કોરોના કાળ દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ઉપરાંત 3 એપ્રિલે યોજાયેલા સેમિનારમાં પણ અલંગને લગતા અનેક પડતર પ્રશ્નો જેવા કે લીઝ રીન્યુ,પ્લોટ ભાડામાં રાહત તેમજ પોલીસી રિન્યુ બાબતે પ્રધાન માંડવિયાને રજૂઆત કરવામાં આવ્યા છે. જે રજૂઆતો ધ્યાને લેવાની વાત કરી છે, ત્યારે વેપારીઓએ કરેલા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે તે આવનારો સમય જ બતાવશે.