- ભાવનગરમાં હાલ કરફ્યૂ નહીં
- અમદાવાદ તરફના વાહનો બંધ
- શહેરમાં તંત્ર એલર્ટ મોડ પર
ભાવનગર: શહેરમાં હાલ કરફ્યૂ માટે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને એસટી બસો 20 તારીખે 4 કલાકથી બંધ કરવામાં આવી છે. તંત્રએ કોરોનાથી સચેત રહેવા પુરતી વ્યવસ્થા અને સરકારી કચેરીઓ પર રેપીડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં હાલ કર્ફયુ નહિ, અમદાવાદ તરફના વાહનો બંધ શહેરમાં તંત્ર એલર્ટ મોડ પર
અમદાવાદમાં આવેલા કલાકોના કર્ફયુ બાદ ભાવનગર શહેરમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સરકારી દરેક કચેરીઓ પર રેપીડ ટેસ્ટ ફરજીયાત કરાયા છે, તો અમદાવાદ તરફ જતી એસટી અને ખાનગી બસો 4 કલાકથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરમાં લોકડાઉન વિશે કલેકટરએ સ્પષ્ટતા કરી હતી.
ભાવનગરમાં હાલ કર્ફયુ નહિ, અમદાવાદ તરફના વાહનો બંધ ભાવનગર કલકટરે શુ કહ્યું ? અમદાવાદના કર્ફયુ બાદ ભાવનગર શહેરમાં કર્ફયુ અંગે હાલ કલેકટર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી, કારણ કે ભાવનગરમાં રોજના 10 થી 12 કેસો નોંધાઇ રહ્યા છે. તેમજ તંત્ર પાસે પુરી સગવડતા સાધનો અને દવા હોવાનું કલકેટરે જણાવ્યું છે. શહેરની હોસ્પિટલમાં 832 કોરોના દર્દીઓ માટે બેડ છે, જેમાંથી માત્ર 44 દર્દીઓ છે. તો એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વણશે તો કર્ફયુ લાદવાની શકયતા દર્શાવી છે. જો કે હાલ કોઈ કર્ફયુ લાદવામાં નહિ આવે.ભાવનગરમાં હાલ કર્ફયુ નહિ, અમદાવાદ તરફના વાહનો બંધ ભાવનગરથી અમદાવાદ તરફ ક્યાં વાહનો બંધ અને ક્યારથીભાવનગરમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા 4 વાગ્યાથી અમદાવાદની ટ્રાવેલ્સ બંધ કરવામાં આવશે. આ વાહનો સોમવાર સુધી બંધ રહેશે. શહેરમાંથી 3 વાગ્યાની છેલ્લી બસો પણ બુકીંગ છે. આથી અમદાવાદ જનારા લોકો માટે ખાનગી વાહનો સિવાય વિકલ્પ રહ્યો નથી. ભાવનગર એસટી તંત્રની પણ 3 વાગ્યાની છેલ્લી બસ રવાના થઈ ત્યાર બાદ જ્યાં સુધી સૂચના નહિ આવે ત્યાં સુધી અમદાવાદની દરેક રૂટની બસો બંધ રાખવામાં આવશે. આથી એસટી તંત્રએ પણ શુક્રવારથી અમદાવાદની બસો બંધ કરી છે. ભાવનગરમાં હાલ કર્ફયુ નહિ, અમદાવાદ તરફના વાહનો બંધ