ETV Bharat / city

હજુ પણ જીંવત, ભવાઇના કલાકારીએ રાજાઓ ખુશ થતાં મુંડી વેરો કરતા માફ - Bhavai artists capital tax waived

રજવાડાના સમયેથી ચાલતી આવતી ભવાઈ (Navratri in Bhavnagar) આજે પણ ભાવનગરમાં યથાવત જોવા મળે છે. જે તે સમયમાં ભવાઈના કલાકારીથી રાજા મહારાજ ખુશ થતાં મુંડકી વેરો માફ કરી દીધો હતો. ત્યારે જોઈએ શું છે ભવાઈની ખાસિયત. (Bhavnagar Bhandariya village Bhavai

હજુ પણ જીંવત, ભવાઇના કલાકારીએ રાજાઓ ખુશ થતાં મુંડી વેરો કરતા માફ

author img

By

Published : Oct 4, 2022, 10:08 AM IST

ભાવનગર રજવાડાના સમયમાં ચાલતી ભવાઈના કલાકારોની બગલાએ ભડી ભંડારીયા ગામનો મુંડકી વેરો માફ કરાવ્યો હતો. કલાકારી એટલે હદે શ્રેષ્ઠ હતી કે તે સમયના રાજાએ મુંડકી વેરો માફ કરી દીધો હતો. ત્યારે ભવાઈ આજે પણ યથાવત છે. આ ભવાઈની ખાસિયત એવી છે કે મહારાજા બીકે પ્રજા દરેકને જમીન પર બેસીને જ નિહાળવાની પરંપરા છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે દિવસે માતાજીની (Navratri in Bhavnagar) આરાધના અને ભક્તિ માટે ખૂબ મહત્વના ગણવામાં આવે છે. ભક્તો પોતાના વતનમાં માતાજીને નૈવેદ્ય ચઢાવવા માટે જગતના ગમે તે છેડે હોય છતાં પોતાના આરાધ્ય દેવીને રીઝવવા અને પ્રાર્થના કરવા માટે પહોંચે છે. તે રીતે આઠમનું અનોખું મહત્વ છે. જાણીએ એક કથા ભાવનગરના ભંડારીયાની. (Bhavnagar Bhandariya village Bhavai)

ભવાઈ વેશ
ભવાઈ વેશ

ભંડારીયા ગામની ભવાઈએ મુંડકી વેરામાંથી માફી અપાવી ભાવનગર પાસેનું ભંડારિયા ગામ છે. આ ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતા નવરાત્રી મહોત્સવની 300 વર્ષ કરતાં પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરાની મહેક અકબંધ રીતે જળવાઈ રહી છે. અહીંયા માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સના રંગમંચ પર ભજવાયાં ધાર્મિક-ઐતિહાસિક નાટકો ભવાઈ ખૂબ જ જાણીતી અને લોકપ્રિય છે. એક સમયે ભંડારિયાની ભવાઈ જોઇને દાતાના રાજવીઓએ મુંડકી વેરો માફ કરેલો. તે વખતની ભવાઈ એટલી અદભુત હશે કે દાતાના રાજવીઓએ તે જોઇએ આવો નિર્ણય લીધો હશે. તેના મહત્વને દર્શાવે છે. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લેવાનું ચૂકતું નથી. (Bhavai in Bhavnagar)

ભવાઈ લોકપ્રિય
ભવાઈ લોકપ્રિય

સાત દસકા પહેલાની કથા શું આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઈ વેશો ભજવાતા હતાં. ત્યારે ભવાઈ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીના ગોખ પાસે ભવાઇ ભજવવાં જવાનું નક્કી કર્યું. ત્યાંના રજવાડામાં એવો એક નિયમ હતો કે, બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતાં હતાં. જે પરંપરા આજે પણ ચાલું છે. (History of Bhavai)

ભવાઈ લોકપ્રિય
ભવાઈ લોકપ્રિય

કઈ રીતે મુંડકી વેરો માફ કર્યો મહારાજાએ ભંડારિયાના લોકોએ ત્યાં ભવાઈ વેશ જોઈને ત્યાંના રાજવીઓને ખુશ થયાં હતાં. આ વેશ જોઇએ ત્યારે રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરુષ આબાલ વૃદ્ધ, બાળકોનો મુંડકાવેરો ન લેવાનો આદેશ આપી તમામ ભવાઈ વેશના કલાકારોનું બહુમાન કરી તેમનું સન્માન કર્યું હતું અને તેમને નવાજ્યા હતાં. ભંડારિયા ગામમાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ, મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને ભવાઇ વેશ ભજવે છે. (Bhandariya village Bhavai)

જિલ્લાના સંત બજરંગદાસ બાપા પણ આવતા નિહાળવા ભંડારિયાનાના માણેકચોકમાં રમાતી ભવાઇ બગદાણાવાળા પૂ.બજરંગદાસ બાપા પણ નિહાળવા માટે આવતાં હતાં. ભંડારિયામાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયના બદલાતાં વહેણ સાથે ભવાઈના સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ બહારગામથી લોકોની ભારે ભીડ જામે છે. આજેય ભંડારિયા ગામમાં આ ચોકમાં ડિસ્કો દાંડિયાને કોઇ સ્થાન નથી. (Bhavai artists capital tax waived)

ભવાઈના કલાકારો
ભવાઈના કલાકારો

ભવાઈ નિહાળવા કોઈ પણને જમીન પર જ સ્થાન આ નાટક જોવાં આવનાર દરેક વ્યક્તિને એક સમાન જ આસન પર બેસવું પડે છે. કોઈ પણ નેતા હોય કે કલેક્ટર આજે પણ આ નાટકમાં આ ચોકમાં ઉચા આસને બેસી ના શકે તેવી પરંપરાનું પાલન કરવામાં આવે છે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચોકમાં માતાજીની માંડવી પધરાવવામાં આવે છે. ત્યારે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ, પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ નાટક ભજવવામાં આવે છે. અહીં ભવાઈ નાટક રમતા લોકો સરકારી નોકરિયાત, બિઝનેસમેન પણ છે. પરંતુ સૌ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઈ પણ શરમ વિના ભજવે છે.

ભવાઈ
ભવાઈ

ભવાઈમાં વન્સ મોર જેવા શબ્દને અને ભુવાઓને નથી તક ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણું કરવામાં આવતું નથી. નાટક દરમિયાન વન્સ મોરને અહીંયા સ્થાન નથી. મંદિરમાં ભૂવા ડાક કે ધૂણવાં દેવામાં આવતા નથી. અહીં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાવવામાં આવતી નથી. માત્ર 'અંબે માત કી જય...' એટલું જ બોલવામાં આવે છે. નાટકના અંતે માતાજી નો મુજરો (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘૂંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે અને સૌ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમના દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.