- ભાવનગરમાં રેલવે ડિવિઝનના વિવિધ કામોનું કરાયું લોકાર્પણ
- વિવિધ પ્રજા હેતુના સુવિધાના ભાગરૂપે કાર્યોને અપાયો આખરી ઓપ
- રેલવે સ્ટેશનોનું નવીનીકરણ, મહિલા-પુરુષના એસી રૂમ બનાવાયા
ભાવનગરઃ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અનેક કાર્યક્રમોને બદલે એક કાર્યક્રમમાં વિવિધ કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના સાંસદ ભારતી શિયાળના હસ્તે આ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં નેતાઓ અને રેલવેના કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સને નેવે મુકીને ફોટો પડાવતા જોવા મળ્યા હતા.
વિવિધ પ્રજા હેતુના સુવિધાના ભાગરૂપે નવા કાર્યોને અપાયો ઓપ
ભાવનગરના રેલવે ટર્મિનસ સ્ટેશન ખાતે વિવિધ કામોનું લોકાર્પણ સાંસદ ભારતી શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રજા હેતુના સુવિધાઓના ભાગરૂપે નવા કાર્યોને ઓપ આપવામાં આવ્યા છે અને સુવિધા આપવામાં આવી છે.
ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પર સાંસદ ભારતી શિયાળ ખાસ મહેમાન પડે ઉપસ્થિત રહ્યા હતા. રેલવે તંત્ર દ્વારા સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ, મહિલા પુરૂષના એર કન્ડિશનર રૂમ, પ્રતિક્ષાલાય, ભાવનગર પરા રેલવે સ્ટેશનનું બ્યૂટિફિકેશન, સોનગઢ સ્ટેશનની ઊંચાઈ, બોટાદ સ્ટેશનની લંબાઈ કવર શેડ આ સિવાય અન્ય સ્ટેશનના શૌચાલયો, દિવ્યાંગો માટે શૌચાલયો ઊભા કરવામાં આવ્યા છે.
સાંસદના હસ્તે લોકાર્પણ સમયે આવેલા રેલવે કર્મચારી સહિત ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફોટો સેશનમાં કોરોના મહામારીમાં ભાન ભૂલ્યા હોવાનું નજરે પડતું હતું. સોશિયલ ડિસ્ટનસનું ભાન બધા જ ભૂલી ગયા હતા અને ફોટા પડાવવામાં વ્યસ્ત બની ગયા હતા.