- ફરવાનાં સ્થળો પર મહાનગરપાલિકાને લાખોની કમાણી કરી
- હવે જાહેર ક્ષેત્રોમાં પણ ફરવાં જવાં માટે ફીની ચૂકવણી કરવાની?
- 14,250 લોકોએ દિવાળીથી આજદિન સુધી લીધી મુલાકાત
ભાવનગર : ભાવનગરનમાં લોકો દિવાળીનાં વેકેશન(Diwali vacation) સમયે ફરવા માટે જતા હોય છે. ભાવનગરમાં પિલગાર્ડન, બાલવાટીકા, કૈલાશવાટીકા અને અકવાડા લેક કરોડોનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ સ્થળો પર પ્રવેશ ફી(Entry fees at venues) 5 થી 11 વર્ષના માટે 5 રૂપિયા તેમજ 11 વર્ષથી ઉપરનાં લોકો માટે 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ સાથે રાઈડિંગ સહિતની અન્ય સેક્શનની ફી 20 રૂપિયા રાખવામાં આવી છે તો પાર્કિંગ ફી પણ 5 થી 10 રૂપિયા સુધીની રાખવામાં આવી છે એટલે પ્રજાનાં પૈસે તૈયાર થયેલા જાહેરસ્થળો પણ હવે મફત રહ્યાં નથી.
કોન્ટ્રાક્ટરોને આપવા પાછળનું કારણ સ્થળોની જાળવણી છે
મહાનગરપાલિકાએ તૈયાર કરેલા નવા સ્થળો પણ હવે કોન્ટ્રાકટ પર સોંપી દેવામાં આવ્યા છે. હવે મહાનગરપાલિકા પણ કોન્ટ્રાક્ટર્સને કમાણી કરાવી રહી છે. કોન્ટ્રાક્ટર્સને આપવા પાછળનું મુખ્યકારણ એ છે કે, સ્થળોની જાળવણી સરખી રીતે થઇ શકે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ધીરુ ધામેલીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરનાં કૈલાશવાટીકા,બાલવાટીકા અને અકવાડા લેકમાં છેલ્લા 4 દિવસમાં 14,250 લોકોએ મુલાકાત લીધી છે અને જેની આવક 2,26,280 જેટલી થઇ છે.
આ પણ વાંચો : બે દિવસમાં સાયન્સ સિટીમાં 26,578 લોકોએ મુલાકાત લીધી, સોમવારે ખુલ્લું રહેશે સાયન્સ સિટી
આ પણ વાંચો : દિવાળીની રજાઓમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1 લાખથી વધુ અને લેક ફ્રન્ટમાં 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા