- ભાવનગરમાં કુલ રસીકરણ 84.83 ટકા નોંધાયું સૌથી વધુ 45 વર્ષ કરતા વધુ લોકોમાં
- વડાપ્રધાનના જન્મ દિવસે મેગા રસીકરણ અભિયાન 66 સ્થળોએ યોજાયું શહેરમાં
- મેગા વેકસીનેશનમાં ભાવનગર રાજ્યમાં બપોરે 12 કલાક સુધીમાં 5 માં સ્થાને
ભાવનગર: શહેરમાં મેગા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ રસીકરણ યોજવામાં આવ્યું છે રસીમાં બાકી લોકોને લાવવા તંત્ર પ્રયાસો કરી આજના ટાર્ગેટને પૂરો કરવા લાગી ગયું છે.
આ પણ વાંચો : આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
વડાપ્રધાનના જન્મ દિવસે શહેર જિલ્લામાં ટાગેટ નક્કી કર્યા બાદ પૂરો કરવા કામગીરી
ભાવનગરમાં 66 સેન્ટરો પર રસીકરણ અવિરત સવારથી શરૂ છે. વડાપ્રધાનના જન્મ દિવસ નિમુતે 27,500 નો ટાર્ગેટ પૂરો કરવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કમર કસી છે. શહેરમાં 66 સ્થળોએ જ્યાં જુઓ ત્યાં રસી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સામે દેશને સુરક્ષિત કરવાના વડાપ્રધાનના સંકલ્પને ભાવનગર આરોગ્ય વિભાગ પૂરું કરવા કામે લાગી ગયું છે.આમ જોઈએ તો જિલ્લામાં 1,10,000 ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને જિલ્લામાં તાલુકા કક્ષાએ 600 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે લોકોને વધુને વધુ રસી મુકાવી કોરોના મુક્ત દેશ કરવામાં તંત્ર મહેનત કરી રહ્યું છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા
વેકસીનેશનની સ્થિતિ હાલમાં શહેરમાં શુ છે
શહેરમાં જોઈએ તો વેકસીનેશન માટે 45 વર્ષ ઉપરની ટકાવારી 84.83 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 71.82 ટકા થઈ છે, એટલે ટાર્ગેટ 1,69,284 માંથી પ્રથમ ડોઝ 1,42,709 લોકોએ લઈ લીધો છે જ્યારે બીજો ડોઝ 1,02,491 લોકોએ લઈ લીધો છે. હવે 18 વર્ષ ઉપરની ટકાવારી 66.78 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 19.64 ટકા થઈ છે.એટલે ટાર્ગેટ 2,85,542 માંથી પ્રથમ ડોઝમાં 1,90,682 લોકોએ લઈ લીધો છે, જ્યારે બીજો ડોઝ 56067 લોકોએ લીધો છે હવે સમગ્ર કુલ જોવા જઈએ તો ટકાવારી 84.83 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 43.74 ટકા થઈ છે એટલે ટાર્ગેટ 4,43,600 માંથી પ્રથમ ડોઝ 3,76,302 લોકોએ લઈ લીધો છે જ્યારે બીજો ડોઝ 1,94,009 લોકોએ લઈ લીધો છે જો કે 18 વર્ષ ઉપર વેકસીનેશન ધીમું છે અને 50 ટકા ઉપર પોહચ્યું છે.