- Gyanmanjari College Bhavnagar ના 2 વિદ્યાર્થીઓએ બનાવ્યું મેડમાઇન્ડર મશીન
- વૃદ્ધોને સમયસર દવા મળી રહે અને ભૂલી જાય નહીં તે માટે બનાવ્યું Medminder machine
- વિદ્યાર્થીઓએ મશીનને મોબાઈલથી કનેક્ટ કર્યું જેમાં મળે છે Mobile Notification
ભાવનગરઃ આધુનિક યુગની દોડાદોડીમાં વૃદ્ધોનો ખ્યાલ રાખવામાં બાળકો ચિંતિત હોય છે. તેમને બીમારીમાં સમયસર દવા આપવી ખૂબ જરૂરી હોય છે. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના ( Gyanmanjari College Bhavnagar ) એન્જીનિયરીંગના કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓએ એક મશીન બનાવ્યું છે જે વૃદ્ધો માટે લાભકારક સાબિત થઈ શકે છે.
મેડમાઇન્ડર મશીનનો યુઝ કઇ રીતે
ભાવનગર સીદસર ગામ નજીક આવેલી જ્ઞાનમંજરી એન્જીનિયરીંગ કોલેજના કોમ્પ્યુટર વિભાગના બે વિદ્યાર્થીઓએ થ્રી ડી પ્રિન્ટરની મદદ લઈને મેડમાઇન્ડર ( Medminder machine ) નામનું મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીન વૃદ્ધોને સમયસર દવા પુરી પાડે છે. મશીનને ઈન્ટરનેટ દ્વારા કનેક્ટ કરાયું છે એટલે સમય સેટ કર્યા બાદ મશીન જાણ કરે છે અને કઈ દવા લેવાની છે તે આપે છે. જ્ઞાનમંજરી કોલેજના કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર પ્રકૃતિ પરમારે જણાવ્યું હતું કે આ મેડમાઇન્ડર કોલેજના કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓ ધાર્મિક ગોહિલ અને શિવભદ્રસિંહ ગોહિલે બનાવ્યું છે. જે પ્રોજેકટ વૃદ્ધ લોકો માટે છે. મેડમાઇન્ડર હોસ્પિટલમાં પણ રાખી શકાય છે. જેમાં નર્સ લોકો માટે ખૂબ ફાયદાકારક છે અને સમયસર દવા આપે છે. આ મલ્ટીપર્પઝ પ્રોજેકટ છે જેને ઘર અને હોસ્પિટલમાં યુઝ કરી શકાય છે.
વિદ્યાર્થીઓએ મેડમાઇન્ડર કેવી રીતે બનાવ્યું
Gyanmanjari College Bhavnagar ના વિદ્યાર્થીઓએ બનાવેલા મેડમાઇન્ડર ( Medminder machine ) એટલે મેડિસિન પ્લસ રિમાઇન્ડર. ધાર્મિક ગોહિલ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે MEDMINDER મશીનને ESP 32 સર્કિટ , સર્વર મોટર અને થ્રી ડી પ્રિન્ટરની મદદથી બનાવવામાં આવ્યું છે. જેમાં બનાવેલી સર્કિટ બજારમાં મળતી નથી. જેને વિદ્યાર્થીઓએ જાતે બનાવી છે. રોબોટિક્સની મદદથી મોબાઈલ કનેક્ટ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ મેડમાઇન્ડરમાં હોવું જરૂરી છે. કારણ કે નોટિફિકેશન પણ મોબાઈલમાં મળે છે. દવા લેવાના સમય પહેલા મોબાઈલમાં નોટિફિકેશન પણ આવે છે અને મશીન દ્વારા પણ અવાજથી જાણ થાય છે. દવા ન લીધી હોય તો તેની પણ ( Mobile Notification ) નોટિફિકેશનથી જાણ થાય છે.
મેડમાઇન્ડર બે સ્થળે મહત્વપૂર્ણ
મેડમાઇન્ડરમાં ( Medminder machine ) સાત દિવસની દવા સ્ટોર થઈ શકે છે. બાળકો નોકરી પર હોય તો તેમના ફોનમાં પણ સર્વર મારફત નોટિફિકેશન ( Mobile Notification ) મળી રહે છે કે દવા લીધી છે કે નહીં. આધુનિક યુગમાં વ્યસ્ત લોકો દવા ચૂકે નહીં અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે તેવા હેતુથી મેડમાઇન્ડર બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ભારતની સૌપ્રથમ ઈ-રિપોઝેટરી બનશે
આ પણ વાંચોઃ World's Smallest Satellite : સુરતના 3 વિદ્યાર્થીઓએ બનાવ્યો વિશ્વનો સૌથી નાનો સેટેલાઈટ, યુક્રેન કરશે લોન્ચ