ETV Bharat / city

પાલીતાણાના ભંડારિયા ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી - bhavnagar

પાલીતાણા(Palitana) અને જેસર વચ્ચે આવેલા અંતરિયાળ ભંડારિયા ગામમાં દીપડો(Leopard) આવી જતા બાળકીને ખેચી ગયો હતો. દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના બનતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પાલીતાણાના ભંડારિયા ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી

author img

By

Published : Jul 12, 2021, 1:35 PM IST

  • પાલીતાણા અને જેસર વચ્ચે આવેલા અંતરિયાળ ગામમાં દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો
  • દીપડાએ બાળકીને ફાડી ખાતા સર્જાયો ભયનો માહોલ
  • દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં ચાર પાંજરાઓ મૂકવામાં આવ્યા

ભાવનગરઃ પાલીતાણા તાલુકાના ભંડારિયા ગામે અઢી વર્ષની બાળકીને દીપડા(Leopard) એ ફાડી ખાતા ચકચાર સાથે ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે વનવિભાગને (Forest Department)જાણ થતા પોસ્ટમોર્ટમ(Postmortem) કરાવી મૃતકના પરિવારને વહેલી તકે સરકારી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દીપડાએ હુમલો કરી પિતા-પુત્રને ઇજાગ્રસ્ત કર્યા

આ બનાવ રવિવાર 11 જુલાઇના વહેલી સવારનો છે

આ બનાવ અંગે વનવિભાગ(Forest Department)ના અધિકારી અર્પિત બારૈયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, આ બનાવ રવિવારે 11 જુલાઇએ વહેલી સવારનો છે અને ભંડારિયા ગામની સિમમાં રહેતા અને મજૂરી કામ કરતા અરવિંદભાઈ પરમાર પોતાની અઢી વર્ષની બાળકી સાથે ફળીયામાં સુતા હતા, તે દરમિયાન દીપડો(Leopard) અચાનક હુમલો કરી બાળકીને ઉઠાવી ગયો હતો.

આ પણ વાંચોઃ દીપડાએ કર્યો યુવાનનો શિકાર, ધડથી માથુ કર્યુ અલગ

શોધખોળ કરતા ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

આ ઘટના બાદ બાળકીની શોધખોળ કરતા ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વનવિભાગ(Forest Department)ને જાણ થતાં મૃતદેહને જેસર ખાતે પોસ્ટમોર્ટમ (Postmortem) કરાવી મૃતકના પરિવારને વહેલી તકે સરકારી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. આ માનવભક્ષી દીપડા(Leopard) ને પકડવા માટે આ વિસ્તારમાં ચાર પાંજરાઓ ગોઠવી દેવાયા હોવાનું પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.