ભાવનગરઃ ભાવનગરના હિતેશભાઈ ઓઝાને નાનપણમાં મગજમાં તકલીફ થઇ અને એક હાથ અને એક પગ ખોટા પડી ગયા હતાં. હિતેશભાઈની નાનપણથી ઈચ્છા ડેટા ઓપરેટર બનવાની હતી. જે સપનું સાકાર કરવા તેમણે એક હાથે પણ કોમ્પ્યુટર ચલાવતા શીખ્યા (Inspiration From Bhavnagar Divyang ) અને આજે તેઓ સારી કામગીરી કરી રહ્યાં છે. જાણો કેવી રીતે.
એક હાથે સિદ્ધિ પ્રાપ્ત કરતા યુવાનની જીવન કથની
ભાવનગરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર હિતેશ ઓઝાને નાનપણમાં મગજમાં પાણી ભરાવા લાગ્યું અને તેની સીધી અસર તેમના શરીર પર થઈ હતી. હિતેશને મગજમાં પાણી ભરાવાના કારણે સ્વસ્થ હાથ અને પગ નિષ્ક્રિય બની ગયા અને સ્વસ્થ જીવન દિવ્યાંગ જીવનમાં પરિવર્તિત થઈ ગયું. હિતેશભાઈની વધતી વય પ્રમાણે તેમણેે પીએનઆર સોસાયટીમાં (Bhavnagar PNR Society) શિક્ષણ મેળવ્યું અને શિક્ષણ બાદ એજ પીએનઆર સોસાયટીમાં રોજગારી (Employment for Disabled) માટે પડેલી ડેટા ઓપરેટરની જગ્યામાં અરજી કરી. હિતેશભાઈનો એક જ હાથ કામ આપતો હોવા છતાં તેની કોમ્પ્યુટર પર મેળવેલી જીતના પગલે (Inspiration From Bhavnagar Divyang ) તેને નોકરી પ્રાપ્ત થઈ હતી.
ચાલવામાં બોલવામાં અને એક હાથે અન્ય દિવ્યાંગોને અપાવે છે લાભ
ભાવનગરના હિતેશ ઓઝા પીએનઆર સોસાયટીમાં (Bhavnagar PNR Society) નોકરી 10 વર્ષથી કરી રહ્યાં છે. સંસ્થાના મેગેઝીનનું ટાઈપિંગ હોય કે લેખ હોય કે પછી ગુજરાતી ઈંગ્લિશ ટાઈપિંગ હોય, એક હાથે ઝડપથી કરી (Inspiration From Bhavnagar Divyang ) આપે છે. આ સાથે સંસ્થાના સેક્રેટરીનું કહેવું છે કે નેશનલ ટ્રસ્ટની નિરામયા પોલિસી છે કે જેને ઓનલાઇન ડોક્યુમેન્ટ ફિલ અપ કરવાથી એક લાખ સુધીનો ઇન્સ્યોરન્સ મળે છે તેવા વર્ષે 45 થી 50 જેટલા ફોર્મ ભરીને અન્ય દિવ્યાંગોને (Employment for Disabled) દોઢ થી 2 લાખ સુધીની સહાય અપાવે છે. હિતેશ ઓઝા 33 વયની ઉંમરે તકલીફ વચ્ચે જંગ હાર્યાં નથી અને મનની ઈચ્છા હતી કે કોમ્પ્યુટર વર્ક કરવું જેમાં તે સફળ થયાં છે.