ભાવનગર : જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભારતના નૌ સેનાનું સિકંદર કહેવાતા INS વિરાટનું આજે બ્રિચિંગ થવાનું છે. અલંગના શ્રી રણ ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા 38 કરોડના ખર્ચે તેની ખરીદી કરવામાં આવી છે.

બ્રિચિંગ માટેના કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડાવીયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નારણ કાછડીયા અને વિભાવરીબેન દવે સહિત આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. INS વિરાટ જહાજને સંપૂર્ણ ભરતી થયા બાદ બ્રિચિંગ કરવામાં આવશે. વિરાટે તેના આગમનની સાથે જ સમગ્ર દેશમાં અલંગ અંગે ઉત્સુકતા જગાવી છે.