ETV Bharat / city

દેશની આન-બાન-શાન સમા INS વિરાટ જહાજની અંતિમ સફર, 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો - આઇએનએસ વિરાટ

દેશની આન, બાન અને શાન સમા INS વિરાટ જહાજે પોતના 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડ ખાતે આગામી 22 સપ્ટેમ્બરે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પોતાની અંતિમ સફર પૂર્ણ કરશે.

Alang Shipyard
Alang Shipyard
author img

By

Published : Sep 13, 2020, 8:53 AM IST

ભાવનગરઃ દેશના ગૌરવ સમાન અને વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ નામનું જહાજ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડ ખાતે ભંગાણ માટે આવી રહ્યું છે.

અલંગ ખાતે આવી રહેલા INS વિરાટ જહાજની વાત કરીએ તો, આ જહાજ 1959માં એચ.એમ.એસ હર્મંસનાં નામે બ્રિટીશ નેવી માટે બનાવવામાં આવ્યું હતું. 1986માં ભારતે આ જહાજ યુકે પાસેથી ખરીદ્યું હતું અને તેનું નામ INS વિરાટ રાખવામાં આવ્યું હતું.

આ જહાજની લંબાઈ 743 ફૂટ, 160 ફૂટ પહોળાઈ તેમજ 28 નોર્ટીકલની ઝડપ ધરાવતા આ જહાજે તેમનો 56 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી 6 માર્ચ 2017નાં રોજ આ જહાજને કંડક્ટ કરવામાં આવ્યું હતું. આ જહાજનાં કાર્યકાળ પર નજર કરીએ તો, 30 વર્ષ યુકે નેવીમાં ફરજ બજાવી હતી તેમજ 26 વર્ષ ભારત માટે કામગીરી કરી છે. આ જહાજે ભારત દેશની અનેક કારગીલ સુધીની લડાઈમાં ભાગ લીધો છે.

Alang Shipyard
INS વિરાટ જહાજની અંતિમ સફર
Alang Shipyard
INS વિરાટ જહાજની અંતિમ સફર

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા ઓનલાઇન ઓકશનમાં 38.54 કરોડ રૂપિયાની કિંમતે INS વિરાટ ખરીદી લીધું છે. શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશ પટેલના જણાવ્યા પ્રમાણે 18000 એલડીટી ધરાવતા જહાજ ભારતની શાન છે તેમજ આ જહાજનું નામ તેની અખૂટ શક્તિ પ્રમાણે જ રાખવામાં આવ્યું છે. જે જહાજે અનેક યુદ્ધો દરમિયાન પોતાનાં નામ પ્રમાણેની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

INS વિરાટ જહાજની અંતિમ સફર

આ જહાજ તારીખ 16 સપ્ટેમ્બરના રોજ મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરી લાવવામાં આવશે અને 20 સપ્ટેમ્બરની રાત્રિએ અલંગ એન્કરેજ ખાતે ખાસ ટગ દ્વારા વિરાટને ખેંચીને લવાશે. આ ઉપરાંત દરિયાઈ સફર દરમિયાન સાનુકુળ હવમાન રહેશે તો તારીખ 21ના રોજ કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબીની તમામ સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવશે અને તારીખ 22 સપ્ટેમ્બરના રોજ વિરાટનું બીચિંગ અલંગના પ્લોટ નં.9માં કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.