- ભાવનગરમાં રસ્તો ખુલ્લો કરવા કોંગ્રેસે રામધૂન બોલાવી
- જ્યાંથી રસ્તો બંધ કરાયો ત્યાં જ કોગ્રેસે યોજ્યો રામ દરબાર
- ભાજપના સાંસદ પણ આ રસ્તો ખોલવાની નથી શક્યા
- સ્નેહમિલન સોસાયટીમાં જવા રેલવેમાંથી 120 વર્ષથી માર્ગ ખુલ્લો હતો
ભાવનગરઃ શહેરમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરવામાં આવતા કોંગ્રેસે રામ ધૂન અને રામ દરબારનો કાર્યક્રમ યોજ્યો હતો. ભગવાન રેલવે તંત્રને સદબુદ્ધિ આપે તેવા હેતુથી યોજવામાં આવ્યો હતો.
ભાવનગરમાં રેલવેની કઈ જમીનનો મુદ્દો
ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર પરા વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જવા માટે રેલવેમાંથી 120 વર્ષથી માર્ગ ખુલ્લો હતો, જેને અચાનક જ્યાંથી માર્ગ શરૂ થાય રેલવેનો એ જગ્યા પર હત્યાના બનાવ બાદ રેલવેએ બંધ કરી દીધો છે. એમ્બુલન્સ કે મોટા કોઈ વાહન આવી શકે તેમ નથી. સ્નેહમિલન સહિત આવેલી અનેક સોસાયટીએ વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસે સાથ આપ્યો છે. જોકે, ભાજપના સાંસદ પણ રસ્તો ખુલ્લો કરાવી શક્યા નથી.
કોંગ્રેસનો ગઢ કુંભારવાડા સહિત પશ્ચિમના વોર્ડ છે. એવામાં રસ્તો બંધ કરતા કોંગ્રેસે રામ દરબારનું આયોજન કરીને તંત્ર અને ભાજપના નેતાઓ સદબુદ્ધિ આપે અને આશરે 1 લાખ લોકોને અસર કરતો માર્ગ ખુલ્લો થાય તેવી માગ કરી છે. જ્યાંથી રસ્તો બંધ કરવામાં આવ્યો ત્યાં રામ દરબાર યોજ્યો હતો અને કોંગ્રેસના ભાવનગરના પ્રભારી ગીતા પટેલ પણ આવી પહોંચ્યા હતા. ગીતાબેને પણ રેલવે તંત્ર સામે વિરોધ વ્યક્ત કરી માર્ગ ખુલ્લો કરવા રામદરબારમાં બેસીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.