ETV Bharat / city

ભાવનગરમાં છે તો ભાજપની સરકાર પણ નથી થઈ રહી ગૌસેવા - The problem of stray cattle

વિકાસના વાયદા કરતી ભાજપ સરકાર છેલ્લા 25 વર્ષથી ભાવનગરમાં સત્તા પર છે પણ એવી કેટલીય સમસ્યાઓ છે જેને લઈને પ્રજા મનપાથી નારાજ છે. ચૂંટણીમ સમયે મોટા-મોટા વાયદા કરવામાં આવે છે પણ ચૂંટણી પછી કોઈ કામ ન કરવામાં આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્માર્ટ સીટીઓના દાવો કરનારી સરકાર ભાવનગરમાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી લાવી શકી જેના કારણે પ્રજા અનેક વાર અક્સ્માતનો ભોગ બને છે.

gay
ભાવનગરમાં છે તો ભાજપની સરકાર પણ નથી થઈ રહી ગૌસેવા
author img

By

Published : Aug 29, 2021, 2:25 PM IST

Updated : Aug 29, 2021, 3:12 PM IST

  • ભાવનગરમાં ઢોરની સમસ્યા બની પ્રજાનો માથાનો દુખાવો
  • છેલ્લા 6 મહિનાથી ઢોર પકડવાની કામગીરી બંધ
  • મનપાને ઢોરનો ખર્ચ પોસતો નથી

ભાવનગર: શહેરોના રોડ પર ટ્રાફિક સર્જવવાનું મોટુ એક કારણ રસ્તે રખડતા ઢોર પણ છે જેના કારણે પ્રજાને પારાવાર તકલીફ વેઠવી પડે છે. ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરોડો રૂપિયાની હોળી કરવામાં આવી છે પણ સમસ્યા ત્યાની ત્યાની છે. શહેરમાં શહેરીજનો પોતાની જીવ હાથમાં લઈને નિકળતા હોય તેવી પરિસ્થિતિ અનેકવાર સર્જાઈ છે. પ્રજા જ્યારે આ અંગે મનપાને રજૂઆત કરે છે ત્યારે મનપા ઉડાઉ જવાબ આપે છે.

ભાવનગરમાં છે તો ભાજપની સરકાર પણ નથી થઈ રહી ગૌસેવા

6 મહિનાથી કામ બંધ

મનપાની ચૂંટણી પહેલા મનપાએ 2500 જેટલી ગાય અને ખુટિયાઓને પાંજરાપોળમાં મોકલ્યા હતા પણ બાદમાં મનપાએ છેલ્લા 6 માંથી ઢોર પકડવાનું બંધ કરી દીધું છે. મનપામાં ઢોરની સમસ્યોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ થઈ છે. મનપામાં હાલમાં ભાજપ સરકાર છે અને તેમના જ એક નેતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા હતા અને અનેક સ્થાનિકો પણ મૃત્યુ પામી ચૂક્યા છે તો અનેકના હાડકા ભાંગ્યા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ

મનપા પાસે ઢોર માટે જગ્યા નથી

ભાવનગરના રસ્તા ઉપર ઢોર પકડવાનું ગત વર્ષે કામ કર્યા બાદ દિવાળીથી કામગીરી બંધ કરવામાં આવી છે અને હાલમાં બીજી દિવાળી નજીક આવી ગઈ છે પણ કામગીરી બંધ છે. અધિકારી એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે," હાલમાં હજુ કામગીરી શરૂ નથી કરી. આ અંગે ટેન્ડર બહાર પાડવામાંઆવ્યું છે પણ ગત ફેબ્રુઆરીમાં છેલ્લે ઢોર પકડવાનું બંધ કર્યું બાદમાં પ્રારંભ નથી કર્યો. કારણ કે હવે ઢોરને રાખવા કોઈ સ્થળ નથી".સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે," ઢોર પકડવાનું શરૂઆત કરી છે પણ સવાલ એ છે કે ઢોરને પકડ્યા બાદ પાંજરાપોળ રાખવા તૈયાર નથી અને મહાનગરપાલિકાને ઢોરનો ખર્ચ નિભાવવો પોસાય તેમ નથી".

આ પણ વાંચો : Tokyo Paralympics: ગુજરાતની દીકરીનો ટોક્યોમાં ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો

Last Updated : Aug 29, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.